For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાના મઢે જઇ રહેલા સાયલાના પરિવારને અકસ્માત નડ્યો: એકનું મોત

11:47 AM Oct 07, 2024 IST | admin
માતાના મઢે જઇ રહેલા સાયલાના પરિવારને અકસ્માત નડ્યો  એકનું મોત

મોરબી-કચ્છ હાઇવે પર ટેન્કર-બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, છ ને ઇજા

Advertisement

મોરબી કચ્છ હાઇવે પર બહાદુર ગઢ ગામના પાટિયા પાસે ટેન્કર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે છને ઇજા પહોંચી હતી. નવરાત્રી ચાલતી હોઇ માતાના મઢ ખાતે દર્શને જતા અને સાયલાના ધારાડુંગરીમાં રહેતા પરિવારની બોલેરો ગાડી આડે અચાનક જ ડિવાઇડરની કડમાંથી ટેન્કર આવતાં બોલેરોના ચાલકનું સ્ટિયરીંગ ફગી ગયું હતું અને આ અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારની બાળકીનો ભોગ લેવાઇ ગયો હતો જ્યારે અન્ય સભ્યોને ઇજા પહોચી હતી જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ અંગેની ફરિયાદ મોરબી પોલીસમાં નોંધાવાતાં પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામના રોહિતભાઈ વરસંગભાઈ ઉગ્રેજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તેઓ પરિવાર સાથે માતાના મઢ ખાતે દર્શને જતા હતા ત્યારે મોરબી કચ્છ હાઈવે ઉપર બહાદુરગઢ ના પાટિયા પાસે અચાનક ટેન્કર ડિવાઈડરની કટ્ટમાંથી આડું ઉતરતા તેમની બોલેરો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રોહિતભાઈની 9 વર્ષની પુત્રી જાગૃતિનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રોહિતભાઈ, તેમના પત્ની કુમાબેન, માતા રતનબેન, દીકરા ગણેશ, દીકરી અસ્મિતા અને ભાભી રેવુબેનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા રોહિતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement