For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયલા: ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી

11:32 AM Dec 01, 2025 IST | Bhumika
સાયલા  ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.

Advertisement

સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા ત્રણ વર્ષની બાળકી આશા બેન કિશનભાઇ વાઘેલા (રહે. કેશવાળા, તા ગોંડલ) પરિવાર સાથે ઉભી હતી ત્યારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે એક આઈશરમાં પંકચર પડતાં ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન, પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઈશરને ટક્કર મારતા આઈશર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દીવાલ સાથે અથડાયું હતું.

આ અકસ્માતમાં આઈશરમાં સવાર 25 વ્યક્તિઓ પૈકી 05 વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આઇશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement