સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ઉપર કુહાડી, ધારિયા અને લાકડીથી હુમલો
સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો કરાયાની ઘટના બની છે. ચેતનભાઇ માલાણી સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે રહે છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તેના ઉપર આસપાસ કેટલાક અજાણ્યા લોકોએ કુહાડી ધાર્યા અને લાકડી વડે જીવણ હુમલો કરી ઘાયલ કર્યા છે તેમને તાત્કાલિક સાવરકુંડલા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલે ઘટનાની જાણ થતા જ અમરેલીના ભાજપાના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા અમરેલી ભાજપાના કાર્યકર્તાઓ અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો અમરેલી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં તેની સારવાર શરૂૂ કરવામાં આવી હતી.
પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું કે તેમના ઉપરના હુમલો જેણે કર્યો છે તેણે ચેતનભાઇના કપડા કાઢી અને ઘાતક હથિયારોથી જીવ લેણ હુમલો કરવામાં આવ્યો છેપૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાળવણી બાબતે હુમલો થયો હોવાનું અનુમાન છે.હાલ તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ ચેતન માલાણીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ચેતન માલાણી ભાનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે. અમરેલી બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને લઈ જવામાં આવ્યા છે હાલ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરાઈ નથી કે કરવામાં આવી નથી કારણ કે જ્યાં સુધી ચેતન માલાણી ભાનમાં આવે અને એ જણાવે ત્યારે જ તે હુમલો કરનાર કોણ હતા? શા માટે હુમલો કરવામાં આવ્યું. આ બધા જ સવાલોના જવાબ મળશે હાલ તો માત્ર અને માત્ર અનુમાનો લગાવી શકાય છે પરંતુ આ ઘટના ઉપરથી પડદા ફાશ થશે હાલ સાવરકુંડલા તાલુકા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે તેમજ મળતી માહિતી મુજબ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તાલુકા પોલીસને જાણ કરી અને તાત્કાલિક પગલાં ભરવા સૂચનાઓ આપી છે તેમજ ભાવનગર ખાતે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી અગાઉ પહોંચી ગયા છે.