રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી
નવા રિંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે 475 ફૂટનો રહેણાંક-કોમર્સિયલ ટાવર બનશે
મેટ્રો લેવલના વિકાસ તરફ પ્રથમ કદમ: મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા
રાજકોટ શહેરના અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક શહેરી આયોજનમાં એક નવા અધ્યાયની શરૂૂઆત કરતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી ઊંચી 38 માળની ગગનચુંબી ઇમારતના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારની Tall Building Policyને અનુરૂૂપ અને નવા વિકાસલક્ષી દ્રષ્ટિકોણને આગળ વધારતા આ નિર્ણય શહેરના અર્બન લેન્ડસ્કેપને મેટ્રોપોલિટન સ્તરે પહોંચાડશે. 145 મીટર ઊંચી આ ઇમારત ન માત્ર સૌરાષ્ટ્રની પ્રથમ ગગનચુંબી ઇમારત બનશે, પરંતુ ભવિષ્યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો પણ સાબિત થશે. ઇમારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્ટી નોર્મ્સ, ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ, પુષ્કળ પાર્કિંગ, તેમજ આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, Tall Building Policy અંતર્ગત પ્રાપ્ત થતી નવી તક હેઠળ ઉંચાઈવાળા વિકાસને પ્રોત્સાહન મળશે, જેમાં શહેરની જમીનની કાર્યક્ષમતા વધશે, વધારે ઓપન સ્પેસ અને આયોજન બદ્ધ ટ્રાફિક સુગમતા મળશે, આધુનિક વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થશે, શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અર્બન ડેવલપમેન્ટ મોડેલ વિકસશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, Tall Building Policyને અનુસરતા શહેરમાં આધુનિક, સસ્ટેનેબલ અને આયોજન બદ્ધ વિકાસને વધુ વેગ મળશે. રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવું એ RMCનું મુખ્ય ધ્યેય છે, અને આ પ્રોજેક્ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.
આ ગગનચુંબી ઇમારત રહેઠાણ, બિઝનેસ અને શહેરી જીવન સુવિધાઓ all-in-oneય મોડેલ તરીકે શહેરના વિકાસને નવી દિશા આપશે. તે સાથે રોજગાર તકોમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુણાત્મક સુધારો થશે. શહેરના હોરાઇઝનમાં વિશ્વસ્તરીય ઓળખ જેવા વિસ્તૃત ફાયદાઓ પ્રાપ્ત થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે રાજકોટનું ભવિષ્ય વધુ આત્મ નિર્ભર, આધુનિક અને દૃઢ બની રહ્યું છે. શહેરની skyline હવે વધુ ઊંચી, વધુ મજબૂત અને વધુ આયોજનબદ્ધ બનવા જઇ રહી છે.
આ ઇમારતની મંજૂરી અન્વયે ફાયરસેફ્ટી, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તથા વિન્ડ લોડ કેપેસિટીના તમામ સલામતી ધોરણોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું છે. સત ડેવલપર્સના પાર્ટનર મનસુખભાઇ એલ. ભીમાણી તથા ભાવેશ પટેલ સહિતની ટીમ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પ્રોજેક્ટ શહેરમાં વિકાસના નવા માઈલસ્ટોન તરીકે ઉભરી આવશે. ડેવલપર જણાવે છે કે આ વિકાસ રાજકોટને ’વિકાસશીલ અને આધુનિક શહેર’ તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. કમિશનરએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ વિકાસની દિશામાં વધુ એક પગલું આગળ ભરશે.
ઇમારતની વિશેષતાઓ
આ સીમાચિહ્નરૂૂપ પ્રોજેક્ટના ડેવલપર્સS at Developers પાર્ટનર મનસુખભાઈ ભીમાણી છે તથા ઇમારતની આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્જીનીયર ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. મંજૂર કરાયેલ આ ભવ્ય ઇમારતની ઊંચાઈ 145.15 મીટર (લગભગ 476 ફૂટ) રહેશે., પ્રોજેક્ટનું નામ સ્કાયલાઈન રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મોજે. મવડી રે.સ.નં. 270/પૈકી 1, ફાઈનલ ટી.પી. 28 (મવડી), એફ.પી. નં. 37/1, પ્લોટ નં. સિંગલ યુનીટ 1, એડ્રેસ Skyline, પરસાણા ચોક પાસે, 2ક્ષમ રીંગ રોડ, મવડી, રાજકોટ. આ પ્રોજેક્ટ 38 માળ નો હશે. યુનિટ્સની સંખ્યા જેમાં તેમાં 136 આલીશાન રહેણાંક એકમો અને 12 પ્રીમિયમ વાણિજ્યિક એકમોનો સમાવેશ થાય છે.પોડિયમ સુવિધા બીજા માળના સ્તરે એક વિશાળ પોડિયમની પણ જોગવાઈ કરવામાં આવશે.