રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાણીની પારાયણ: છાત્રો ડોલ લઇ કુલપતિના બંગલે પહોંચ્યા

03:39 PM Aug 16, 2024 IST | admin
Advertisement

અઠવાડિયાથી સમસ્યાનું નિરાકણ નહીં આવતા વીસી નિવાસ સ્થાને સૂત્રોચ્ચાર, ધરણાં પ્રદર્શન

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીના ધાંધીયા થઇ રહ્યા છે. અઠવાડીયાથી નીરાકણ જંખતા છાત્રો કંટાળી રાતે કુલપતિના નિવાસ્થાને ડોલ લઇ પહોંચી હોબાળો મચાવ્યો હતો કુલપતિના બંગલા બહાર ધરણા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ અને વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.

અઇટઙના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં હાલ 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. તેમને છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી. આ ઉપરાંત અન્ય ઉપયોગમાં લેવાનું પાણી પણ બે દિવસથી બંધ છે.

પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા ટૂંક સમયમાં તેનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણા આપવામાં આવતી હતી. તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન દૂર ન થતા ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સાથે રાખી કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડિયા અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમાર ત્યાં આવી વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળે અને તેનો સત્વરે નિકાલ લાવવા માટે પ્રયત્ન કરે તેવો વિદ્યાર્થીઓ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો હતો.

જો કે, તે સમયે ત્યાં હાજર સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે કુલપતિ કે કુલસચિવનો મોબાઈલ નંબર જ ન હોવાનું સામે આવતા વિદ્યાર્થી પરિષદ રોષે ભરાઇ હતી અને ભારત માતા કી જયના નારા સાથે કુલપતિ નિવાસસ્થાનની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લીધે હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ ટેમ્પરરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsSAYRASHTRAUNNIVERCITYstudentswaterproblem
Advertisement
Next Article
Advertisement