For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.નો ભવાડો, 2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે

05:15 PM Nov 20, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિ નો ભવાડો  2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે

બીસીએ સેમેસ્ટર-5નું ઇન પાયથન થિયેરીનું જામનગરની કોલેજે ઇન્ટર્નલ પરીક્ષામાં લીધેલું બેઠું પેપર સૌરાષ્ટ્ર યુનિ.ને ધાબડી દીધું

Advertisement

યુનિ.ના બંગબહાદુરોએ આંખો મીંચી પરીક્ષા લઇ લીધી, ભવાડો થતાં પેપર રદ કરવા પરિપત્ર: પેપર સેટર અને જવાબદારો સામે કુલપતિ મૌન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત તા.12 નવેમબરના રોજ લેવામાં આવેલુ બી.સીએ સેમેસ્ટર-5નું 50 માર્કસનું ઇન પાયથન થિયેરીનું પેપર જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલની ગંભીર બેદરકારીના કારણે આખરે રદ કરવાની ફરજ પડી છે અને આ પેપર આપનાર 2200 જેટલા વિદ્યાર્થીઓને આગામી તા.22ને શનિવારે ફરી વખત આ પરીક્ષા આપવા જણાવાયું છે.જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ હિરલ પંડયાએ પોતાની કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા માટે કાઢવામાં આવેલુ બીસીએ સેમે.-5નું પાયથન થિયેરીનું બેઠેબેઠુ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ધાબડી દીધુ હતું અને યુનિ.ના લાખોનો પગાર લેતા પ્રોફેસરો- સતાધીશોએ પણ કોઇપણ જાતની ચકાસણી વગર આ પેપરના આધારે પરીક્ષા લઇ લીધી હતી. પરનતુ પાછળથી વિદ્યાર્થી સંગઠનોએ આ અંગે યુનિ.ના સતાવાળાઓનું ધ્યાન દોરી ઉગ્ર રજુઆત કરતા અનતે આ પેપરની પરીક્ષા રદ કરી નાખવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ દ્વારા ગઇકાલે સાંજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ગત 12 નવેમ્બરના લેવાયેલુ બીસીએસ સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર એક સરખું નીકળ્યું હોવાથી આ પેપર રદ કરવામાં આવ્યું છે. હવે આ આ પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે.

Advertisement

જોકે તેમાં ગંભીર ભૂલ કરતા અધ્યાપકને કોઈપણ જાતની સજા જાહેર કરવામાં આવી નથી કે આ અધ્યાપકની ભૂલના કારણે ફરીથી પેપર લેવાની ફરજ પડી છે તેવું પણ પરિપત્રમાં ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી યુનિવર્સિટી અધ્યાપકને બચાવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 2200 વિદ્યાર્થીઓની હાડમારી માટે જવાબદાર પેપર સેટર અને અન્ય જવાબદારો સામે પણ પગલા ભરવા માંગણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 13 નવેમ્બરના રોજ અઇટઙના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ ધરમ સોઢીયાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં આવી હતી. બીસીએસ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયના પેપરમાં છબરડા સામે આવ્યા હતા. જામનગરની એચ.જે.દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં લેવાયેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં લેવામાં આવ્યું હતું.

બંને પેપર એક સરખા હતા. જેથી પેપર સેટ કરનાર જામનગરની દોશી કોલેજના અધ્યાપક હિરલ પંડ્યા દ્વારા ગંભીર ભૂલ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તે સાચો ઠર્યો હતો.આ રજુઆત બાદ સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધિશો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યા હતા અને તપાસ કરતા જામનગરની એચ.જે. દોશી કોલેજ દ્વારા ઇન્ટર્નલ પરીક્ષામાં કાઢવામાં આવેલુ બેઠુ પેપર કોલેજના પ્રિન્સિપાલ અને પેપર સેટર પ્રોફેસર હિરલ પંડયાએ ધાબકી દીધાનું બહાર આવતા અંતે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને 2200 વિદ્યાર્થીઓને આગામી શનિવારે ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં આ ગંભીર બેદરકારી બહાર આવતા યુનિ.નો વધુ એક વખત ફજેતો થયો છે. 2200 વિદ્યાર્થીઓને હેરાન- પરેશાન કરનાર પેપર સેટર અને અન્ય જવાબદારો સામે કેવા પગલા ભરવામાં આવે છે તે તરફ છાત્રોની નજર મંડાયેલી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement