For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિન

05:39 PM May 22, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિન

25 વર્ષથી ફરજ બજાવતાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓને અર્પણ કરાશે પ્રશસ્તિ પત્ર

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23-05-1967 ના રોજ થઈ અને પ્રથમ કુલગુરુ તરીકે શિક્ષણવિદ્ ડો. ડોલરરાય માંકડ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક યાત્રાની શરુઆત થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તા. 23-05-2025 ના રોજ સ્થાપના દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક યાત્રાના 58 વર્ષ પૂર્ણ કરી 59 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિકાસ યાત્રામાં અનેક કુલપતિઓ, શિક્ષણવિદો, સારસ્વતો, સતામંડળના સભ્યો તથા યુનિવર્સિટીના સ્ટેઈક હોલ્ડર્સનું મહત્વનું યોગદાન રહેલું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 59 મા સ્થાપના દિવસની ઉજવણી તા. 23-05-2025 ના રોજ વિશેષ રીતે કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી 59 મા સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે એક નૂતન વિચાર મુર્તિમંત કર્યો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવવાનો પ્રકલ્પ સૌપ્રથમવાર શરુ કર્યો છે.

Advertisement

કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાના 58 વર્ષ પૂર્ણ કરી 59 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રગતિમાં યોગદાન આપનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વટવૃક્ષ બનાવનાર પાયામાં રહેલા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓની સેવાઓને બિરદાવવાનો વિચાર મનમાં હતો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ કે જેઓની સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે તેમને પોંખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક, સંશોધન, રમત-ગમત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે એ માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે 11:30 કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 મા સ્થાપના દિવસી ઉજવણીના ભાગરૂૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવાનો કાર્યક્રમ બપોરે 12:00 કલાકે આર્ટગેલેરીના સેમીનાર હોલમાં યોજાશે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે.

કાર્યક્રમમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની પ્રેરક ઉપસ્થિત રહેશે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ કુલપતિશ્રીઓ સર્વશ્રી પ્રોફે. કમલેશભાઈ જોષીપુરા તથા પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, ભવનોના અધ્યક્ષઓ, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement