For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રૂા.90 લાખનો ખર્ચ કરશે

04:52 PM Mar 13, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રૂા 90 લાખનો ખર્ચ કરશે

સતત વિવાદોમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ માટે રૂા.201 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. છેલ્લા વર્ષોમાં બજેટમાં 40 કરડો જેટલો વધારો થયો છે. પરંતુ ગ્રેડમાં ઘટાડો થયો છે. ત્યારે આ બજેટના વપરાશથી સુવિધા વધારી અને ફરીથી એ પ્લસ ગ્રેડ મેળવવામાં આવે તેવી શિક્ષણ વિભાગોમાં ચર્ચા થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો. ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં મળેલી ફાઇનાન્સની બેઠકમાં રૂૂ. 12.58 કરોડની પુરાંત સાથેનું રૂૂ. 201.26 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવેલું છે.

Advertisement

જેમાં સૌથી વધુ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ માટે રૂૂ. 5 કરોડ, NEP 2020 ના અમલીકરણ માટે રૂૂ. 90 લાખ, ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબ માટે રૂૂ. 70 લાખ તો રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે રૂૂ. 40 લાખથી વધુ રકમનો ખર્ચ કરવાનો નિર્ધાર કરાયો છે. જેમાં 10 લાખના સાધનોની ખરીદીની ડિમાન્ડ રાખવામાં આવી છે પરંતુ અગાઉ ખરીદવામાં આવેલા સાધનો ધૂળ ખાય છે. મેદાનો વેરાન બન્યા છે તેનુ શું તે સવાલ ઉપસ્થિત થયો છે. જ્યારે યુનિવર્સિટી ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર માટે રૂૂ. 7 લાખનો ખર્ચ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટનું કુલ કદ રૂૂ.201.26 કરોડ છે. જેમાં સરકારી ગ્રાન્ટ તથા સ્વભંડોળની આવક ખર્ચનો સમાવેશ થાય છે. આ બજેટ રૂૂ.12.58 કરોડની પુરાંત સાથે રજુ કરવામાં આવેલ છે.

યુનિવર્સિટી વિકાસ ફંડ હેઠળ વિધાર્થીઓને લગત પ્રવૃતિ માટે તેમજ અન્ય પ્રવૃત્તિ માટેના અંદાજો. સરકારમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 (ત્રણ) અને 4 (ચાર)ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચુકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબને યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી ઉચ્ચક નાણાકીય સહાયનું ચુકવણું ADHOC FINANCIAL ASSISTANCE બજેટ હેડ હેઠળ રૂૂ.70 લાખ મંજુર કરવામાં આવેલ છે. NEP - 2020ના વધુ અસરકારક અમલ માટે કૂલ રૂૂ.90 લાખની ફાળવણી કરેલ છે. સ્પોર્ટ્સમાં વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તથા નેશનલ લેવલ પર વિધાર્થીઓ આગળ આવે તે માટે સ્પોર્ટ્સનું બજેટ વધારવામાં આવેલું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement