સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વર્ષાની આગાહી
01:06 PM Mar 06, 2024 IST | admin
- તા.8 થી 11 માર્ચ દરમિયાન વાવાઝોડા સાથે થશે માવઠું
ગુજરાતમાં માવઠાએ હજુ કેડો મુકયો નથી. અઠવાડીયાના પ્રારંભે ત્રણ દિવસ દરમિયાન 40 જેટલા તાલકાઓમાં કમોસમી વરસાદ પડયા બાદ આગામી તા.8થી 11 દરમિયાન ફરી માવઠાનો રાઉન્ડ શરૂ થવાની આગાહી આવતા ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે.
Advertisement
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી તા.8થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શકયતા છે. ત્યારબાદ તા.18 થી 20 દરમિયાન પણ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટો છવાયો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડુતોમાં ફરી ચિંતા વધી છે. હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ પડેલા કમોસમી વરસાદના કારણે શિયાળુુ પાકને ભારે નુકશાન થયું હતું.
Advertisement
Advertisement