સૌરાષ્ટ્ર જશ્નમાં ડૂબ્યું, નવા વર્ષની ધમાકેદાર ઉજવણી
પર્યટન સ્થળોએ માનવ મહેરામણ ઊમટી પડયો, રાતભર ડાઇન વિથ ડાન્સ પાર્ટીઓ ધમધમી, ધર્મસ્થળોએ પણ ધસારો
દીવમાં પ્યાસીઓની દારૂની દુકાનો ઉપર લાઇનો લાગી, સાસણ ગીરમાં જંગલ વચ્ચે મંગલ કરતા સહેલાણીઓ
સૌરાષ્ટ્રમાં થર્ટી ફર્સ્ટની રાતે હરવા ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોએ રીતસર કિડિયારૂ ઉભરાઇ પડયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ધામધુમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટો, કલબો અને હોટેલ- રેસ્ટોરાંઓમાં રાતભર નાચ-ગાનની ધુમ સાથે રાતનાં 12 વાગ્યા બાદ આતશબાજી કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના હરવા ફરવા લાયક સ્થળો અને ધર્મસ્થળો ઉપર રાતે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. દિવમાં તો પ્યાસીઓનું રીતસર કિડીયારૂ ઉભરાયું હોય તેમ મોડી સાંજથી જ દારૂની દુકનો ઉપર લાંબી લાઇનો જોવા મળી હતી. તેમજ હોટેલો હાઉસફુલ હોવાથી અનેક પ્યાસીઓએ રાત તંબુમાં કે કારમાં વીતાવી હતી.
આ સિવાય સાસણગીર પણ હાઉસફુલ જોવા મળ્યું હતું. તમામ ફાર્મહાઉસ, રિસોર્ટ અને નાની-મોટી હોટેલોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળ્યો હતો. રાતભર ડાઇન વીથ ડાન્સના કાર્યક્રમોના કારણે જંગલમાં મંગલ જેવો માહોલ જોવા મળ્યો હતો.
2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ને વેલકમ કરવા માટે ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતો. જેના પગલે દીવની મોટાભાગની હોટલો હાઉસફૂલ થઈ ગઈ હતો.
નવા વર્ષને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી લોકો દીવ પહોંચતા અહીંનો નાગવા બીચ પર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સિવાય દીવ કિલ્લા સહિત અન્ય ફરવા લાયક સ્થળો પર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતો. ખાનગી હોટલોમાં ડીજે પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાતે 12ના ટકોરે આતશબાજી કરીને જૂના વર્ષને બાય-બાય કરીને નવા વર્ષને વેલકમ કરવામાં આવ્યું હતું.
સોમનાથ
સોમનાથમાં નાતાલના કારણે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને 25 તારીખ થી 31 ડિસેમ્બર સુધી મોટી સંખ્યામાં લોકો ફરેલા હતા અને સોમનાથ મંદિર સહિત રામ મંદિર, ત્રિવેણી સંગમ, દેહોત્સર્ગ, વોક વે પથ, સમુદ્ર બીચ, ભાલકાતીર્થ સહિત ના સ્થળો એ લોકો ની જોવા મળેલ ત્રિવેણી સંગમ મા વિદેશી પક્ષીઓ સીગલ મોટી સંખ્યામાં હોય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે અને યાત્રિકો આ પક્ષીઓ ને ગાંઠિયા,લોટ સહિત ખાધ્ય સામગ્રી નાખતા હોવાથી ત્રિવેણી ખાટ ના કાંઠા ઉપર ઉંડા ઉડ કરતા હોય જેથી યાત્રિકો ખુબજ આનંદ અનુભવે અને સૌવ થી વધુ આનંદ નાના બાળકો અનુભવતા હોય છે.
આ પક્ષીઓ યુરોપ ના ઠંડા પ્રદેશોમાં ખુબજ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે તેથી સોમનાથ ના દરીયા કિનારે અને ત્રિવેણી સંગમ મા શિયાળા મા મહેમાન બને છે અને ઠંડી ની સીજન પુરી થતાં ફરીથી રવાના થાય છે