For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હર ઘર તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતું સૌરાષ્ટ્ર

11:39 AM Aug 12, 2024 IST | Bhumika
હર ઘર તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતું સૌરાષ્ટ્ર
Advertisement

સ્વતંત્રતા પર્વની ઉજવણીનાં ભાગરૂપે આજથી દેશભરમાં શરૂ થયેલી હર ઘર તિરંગા યાત્રામાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર, સોરઠ, હાલારવાસીઓએ જોડાઇને અનેરી દેશદાઝ બતાવી છે. તિરંગા યાત્રા દરમિયાન શાળાઓમાં અનેકવિધ સ્પર્ધાના પણ આયોજન કરયાં હતાં. જૂદી-જૂદી સ્પર્ધામાં હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ પણ ઉત્ત્સાહભેર જોડાયા હતાં. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તિરંગા યાત્રાનાં અહેવાલો અહીં પ્રસ્તુત છે.

સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રભાવના અને દેશદાઝની ભાવના પ્રબળ બને તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ખાતે તાલુકા વિકાસ અધિકારી, તાલુકાના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને અન્ય કર્મચારીગણ દ્વારા હર ઘર તિરંગા સિગ્નેચર કેમ્પેઈન આયોજીત કરવામાં આવ્યું હતું.

Advertisement

લોઢવા
ત્યારે સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ક્ધયાશાળાના વિદ્યાર્થીઓ પણ હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રામાં સહભાગી થયા હતાં. હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંતર્ગત લોઢવા ખાતે ક્ધયા શાળામાં ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોઢવા ગામે ક્ધયાશાળાથી ગામના મુખ્ય ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.

ઇણાજ
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય અને તિરંગાના ઇતિહાસને મહત્વ સમજે તેવા ઉમદા હેતુથી પહર ઘર તિરંગાથ અભિયાન અંતર્ગત મોડેલ સ્કૂલ- ઈણાજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોડેલ સ્કૂલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 115 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં 352 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તિરંગો, ભારતનો નકશો, ભારતમાતા, રાષ્ટ્રીય સ્મારક, સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતનાં સુંદર ચિત્રો દોરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.

આજોઠા
આજોઠા પે સેન્ટર શાળા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પતિરંગા યાત્રાથ સહિત રંગોળી સ્પર્ધા, ચિત્રસ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

સૂત્રાપાડા
ગીર સોમનાથ જિલ્લામાં વી.વી.મંદિર સૂત્રાપાડા ખાતેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા અને સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સૂત્રાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે સિગ્નેચર અભિયાન યોજાયું હતું. આ ઉપરાંત વી.વી.મંદિરથી સુખનાથ ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી જસાભાઈ બારડ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, નગરપાલિકાના પ્રમુખ મનુભાઈ બારડ, મામલતદાર એન પરમાર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી યોગેશ ચાવડા, અગ્રણી સર્વ દિલીપભાઈ બારડ, દીપકભાઈ કાછેલા, તાલુકા પંચાયતના તમામ સ્ટાફ, મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ વગેરે નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ભાણવડ
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા પ્રેરિત શાળા સંકુલોમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં નિબંધ, કાવ્ય અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકાના બરડા શાળા વિકાસ સંકુલ અને વી એમ ઘેલાણી સરકારી હાઈસ્કૂલ ખાતે આજરોજ આ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં તાલુકાની જુદી જુદી 12 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 33 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓની કૃતિ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement