સૌરાષ્ટ્ર ફરી નર્મદા મૈયાના ભરોસે, 141માંથી 9 ડેમ ખાલી!
- 5 ડેમમાં માત્ર એક ટકો પાણી, 20 ડેમો 90 ટકા ખાલી, શિયાળામાં જ ચિંતા વધી
ઉનાળા પહેલા સૌરાષ્ટ્ર માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા સૌરાષ્ટ્રને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર આવેલા કુલ 141 ડેમમાંથી નવ ડેમ તળિયા ઝાટક થયા છે. તો 5 ડેમમાં માત્ર એક ટકા પાણી હોવાનો ખુલાસો થયો છે. હજી તો ઉનાળો આવ્યો નથી, ત્યા શિયાળામાં જ 20 ડેમો 90 ટકા ખાલી થઈ જતા ચિંતા વધી છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકોએ પાણી માટે નર્મદા આધારિત રહેવું પડશે. સરકાર સૌની યોજના મારફતે પાણી પુરું પાડશે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓની તરફ છીપાશે.
આ હાલત માત્ર સૌરાષ્ટ્રની જ નથી, આખા ગુજરાતની છે. ઉનાળા પહેલાં રાજ્યમાં જળાશયોમાં પાણી ખૂટ્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 49.11 ટકા પાણી બચ્યું છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 73.52 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.48 ટકા પાણી છે. કચ્છના 20 ડેમમાં 40.46 ટકા પાણી બચ્યું છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.25 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે.
તો બીજી તરફ, આખા ગુજરાતને નર્મદાનું પાણી પૂરુ પાડતા સરદાર સરોવર ડેમમાં 72.57 ટકા પાણી છે. તેથી હવે આ પાણી જ ઉનાળાઓમા તરસ્યા ગુજરાતનો આધાર બની રહેશે. ગુજરાતના કુલ 207 જળાશયોમાં 67.99 ટકા પાણી હાલ છે. તો રાજ્યમાં 4 ડેમમાં 90 ટકાથી વધારે પાણી છે. આ ઉપરાંત 11 ડેમમાં 80થી 90 કટકા પાણીનો જથ્થો સચવાયેલો છે. 15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, દેવભૂમિ દ્વારકાનો સિંધણી ડેમ, સુરેન્દ્રનગરનો નિંબાણી ડેમ, રાજકોટનો ગોંડલી ડેમ, સુરેન્દ્રનગરનો લીમ-ભોગાવો-1 ડેમ, રાજકોટનો કબીર સરોવર ડેમ, રાજકોટનો કામુકી ડેમ, ભાવનગરનો હમીરપુરા ડેમ, જામનગરનો ફોફળ-1 ડેમ, જૂનાગઢનો વ્રજમી ડેમ, દેવભૂમિ દ્વારકાનો મિનસર ડેમ, રાજકોટનો માલગઢ ડેમ, મોરબીનો ડેમી-2 ડેમ, કચ્છનો રુદ્રમાતા ડેમ, રાજકોટનો છાપરવાડી-2 ડેમ, બોટાદનો ભીમદડ ડેમ, પોરબંદરનો સોરઠી ડેમ, મોરબીનો ડેમી-1 ડેમ, જામનગરનો ફૂલઝર-2 ડેમ છે.
કયા ડેમ તળિયાઝાટક?
દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ, પોરબંદરનો અમીપુર ડેમ, સુરેન્દ્રનગરનો સબુરી ડેમ, દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ, દેવભૂમિ દ્વારકાનો વર્તુ-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ, જામનગરનો રૂૂપાવટી ડેમ, સુરેન્દ્રનગરનો મોર્શલ ડેમ