For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌ.યુનિ.એ Ph.D.ની પાંચ છાત્રાની કારકિર્દી બગાડી, સરકારમાં ફરિયાદ

05:15 PM Oct 17, 2025 IST | Bhumika
સૌ યુનિ એ ph d ની પાંચ છાત્રાની કારકિર્દી બગાડી  સરકારમાં ફરિયાદ

Advertisement

સંશોધનનું મૂલ્યાંકન નહીં કરી વર્ષ અને ભવિષ્ય સાથે ચેડા કર્યાની સરકાર અને માનવ અધિકારમાં રજૂઆત

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં પીએચ.ડી. પૂર્ણ કરનાર પાંચ વિદ્યાર્થીનીઓના સંશોધન નિબંધ મુલ્યાંકનમાં મોકલ્યા નહીં હોવાથી ડિગ્રી અને કારકિર્દી બન્ને અટકી ગયા છે જેના કારણે છાત્રોને આર્થિક અને ઉચ્ચ ભવિષ્યનો ફટકો પડયો છે. તેવી ફરીયાદ વિદ્યાર્થીનીઓ દ્વારા સરકાર અને માનવ અધિકારમાં કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે અમે લોકોએ અમારું સંશોધન કાર્ય તા. 01/01/2022 ના રોજ થયેલ અને યુનિ.ના જુના એક્ટ અને સ્ટેચ્યુટ મુજબ અમારું યુનિ. દ્વારા વિનયન વિદ્યાશાખા અને મનોવિજ્ઞાન વિષયમાં રજીસ્ટ્રેશન થયેલ હતું. સંશોધનનું સંપૂર્ણ સંપન્ન થયા બાદ અમારું પીએચડીનું થીસિસ જુલાઈ 2025 ના રોજ યુનિવર્સીટી પી.જી. વિભાગમાં જમા કરાવેલ હતું. અગાઉ જુના સૌરાષ્ટ્ર યુનિવર્સીટીન કાયદા મુજબ વિદ્યાર્થીઓના પીએચડી થીસીસનું ઈવેલ્યુશન માટે માર્ગદર્શક દ્વારા જે તજજ્ઞોની પેનલ આ સાથે સામેલ હોય છે. જે પેનલને બહાલી માટે અત્યાર સુધી બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન દ્વારા બહાલી આપવામાં આવતી. પરંતુ આ જ નિયમ યુનિવર્સીટીના નવા એક્ટમાં કે સ્ટેચ્યુટમાં કોઈ આ માટેના નિયમો નથી. જુના પીએચડી ઓર્ડીનન્સ ચાલુ છે છતાં ઉપફુલપતિ તથા પી.જી. વિભાગના અધિકારી તથા કર્મચારીઓએ અમારી થિસીસ ઈવેલ્યુશન માટે ન મોકલી અને તે પણ ઇરાદાપૂર્વક. કારણકે અમે લોકોએ ઘણી વખત પૂછપરછ કરવા ગયેલ હતા. જેમનો જવાબ એ હતો કે તમારા ચાર મહિના થઈ ગયા છે.

ઘણો સમય થયો છે પરંતુ આ ફેકલટીમાં ડીનની જગ્યા ખાલી છે. આવો જવાબ આપીને અમરી કારકિર્દીને ખબ જ નુકશાન પહોચાડ્યું છે અમારા પીએચડીના વાયવા થવા એ પણ નક્કી નથી. માટે ખુબ જ સમય બગડવાથી અમારી આર્થિક પરીસ્થિતિ તેમજ અમારી માનસિક પરીસ્થિતિ બને ઉપર ખુબ જ ગંભીર અસર થઈ છે. કારણકે જુનો નિયમમાં એટલે કે વિનયન વિદ્યાશાખામાં અમારું રજીસ્ટ્રેશન થયેલ છે. છતાં અમારી ઉપર આશરે એક વર્ષ દરમિયાન આવેલ નિયમ અમારી ઉપર ખોટી રીતે લાદીને અમને માનસિક અને અમારી રોજગારી છીનવી લેવાનો ઈરાદો સ્પષ્ટ થાય છે.

અ, અમારી વાઈવાની પ્રક્રિયા ન થવાથી અમે ICSSR ની આવેલ જાહેરાતમાં પોસ્ટ ડોક્ટરલ માટેની અરજી કરી શકીએ તેમ મતની કારણ કે તેની છેલ્લી તારીખ 31/10/2025 છે.યુની.એ ખોટા અર્થઘટન કરીને અમારી કારકિર્દી રોકી રાખી તેના કારણે અમારું એક વર્ષ બગડ્યું છે તેના જવાબદાર યુનિવર્સીટીના મુખ્ય અધિકારીઓ છે. ભારતના બંધારણમાં કોઇપણ કાયદો કે નિયમ ભારત સરકારકે રાજ્ય સરકાર દ્વારા અમલમ આવે તે દિવસ બાદ કે તે તારીખ બાદ તેને લાગુ પાડી શકાય. માટે અમને આ નિયમ લાગુ પડતો ન હોવા છતાં વિનયન વિદ્યાશાખામાં ડીનની જગ્યા પર કાર્યરત છે.

છતાં અમારી ઉચ્ચ કારકિર્દી ને ધ્યાન માં લીધા વગર ઉપકુલપતિએ ખોટું અર્થઘટન કરીને આજ દિન સુધી અમારા થીસીસની કોઈ કાર્યવાહી કરેલ નથી. તદુપરાંત યુનિવર્સીટીની વિદ્યાર્થીનીઓ દ્વારા કુલપતિ ને આવેદન આપીને ન્યાય માટે માંગણી કરેલ હતી જે તારીખ 10/10/2025 હતી. જેમાં કુલપતિએ મીડિયા સમક્ષ બે દિવસમાં વિદ્યાર્થીઓની થીસીસ ઈવેલ્યુશન માટે મોકલી દેવા માટે ખાતરી આપેલ. પરંતુ આજદિન સુધી અમારી કોઈ કામગીરી આગળ વધતી ન હોય અને પીજી વિભાગ તથા ઉપકુલપતિ અમારી અભ્યાસની ઉચ્ચ કારકીર્દી બગાડી રહ્યા હોય તેવું પ્રતિપાદિત થાય છે. અમારો એક દિવસ પણ ખુબ અગત્યનો છે. આ સ્પર્ધાત્મક યુગમાં જો કોઈ જાહેરાત કે રોજગારલક્ષી જાહેરાતની તારીખ નીકળી જાય તો અમારો આ અભ્યાસ અને મહેનત વ્યર્થ જાય. માટે અમારી વિનમ્રતા સાથે વિનતી છે કે આવનાર દિવસોમાં અમારી માનસિક સ્થિતિને કારણે કોઈ અન્ય પગલું ભરાય તો તેની જવાબદારી માત્ર ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની રહેશે.

આપ આમાં અમારી કારકિર્દી માટે તાત્કાલિક યોગ્ય પગલા લઈને આગળની કાર્યવાહી કરશો.ગુજરાત સરકાર તથા ગૃહમંત્રી દ્વારા હક્ક માટે તમારો અવાજ સરકારસુધી પોચાડવાનું આહવાહન કરેલ છે. જવાબદારી અમારી રહેશે. જેના કારણે અમે લોકો આ ફરિયાદ માટે પ્રેરિત થયા છીએ. આમાં અમને કોઈ જાતની આગળ કારકીર્દીમાં કે વ્યક્તિગત નુકશાન ન થાય તે મહિલા આયોગને અમારી વિનંતી છે કારણકે બીજી બહેનો કે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ પોતાના ન્યાય માટે આગળ આવશે અને એમનો સંદેશ સમાજમાં સારી રીતે જશે. જે નોંધ લેવા વિનતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement