હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠક
પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, ત્યારે રાજકોટના યુવા એડવોકેટસ દ્વારા હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ બનાવીને શહેરી વિસ્તારમાં ફરજિયાત હેલ્મેટના વિરોધમાં ત્રિકોણબાગ સાથે યોજાયેલી લોકોને મિટિંગમાં લોકોએ હેલ્મેટ સત્યાગ્રહ સમિતિના એલાનને ટેકો જાહેર કર્યો છે, બીજી તરફ ગઈકાલે શહેરના ટ્રાફિક સહિતના બંને ડીસીપીઓ સાથે યોજાયેલી બેઠકમાં ઝુંબેશ હળવી કરવાનું કહ્યા સામે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા શહેરી વિસ્તારમાં આ કાનૂનની સંપૂર્ણ અમલવારી રોકવામાં ન આવે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ ચાલુ રાખવાના એલાન સાથે શહેરના 18 વોર્ડની 18 સમિતિની રચના કરવામાં આવી છે.
ગઇકાલે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા ટ્રાફિક શાખા સહિતના બંને ડેપ્યુટી કમિશનરો પોલીસ સાથે બેઠક યોજીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ કાનૂન બાબતે પુનર્વિચારણા કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા ડીસીપી સજજનસિંહ પરમાર તથા ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સાથે હેલ્મેટ કાનૂન મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ચર્ચાના નિષ્કર્ષમાં પોલીસ દ્વારા ફરજના ભાગરૂૂપે કાર્યવાહી ચાલુ રહેશે, તેવું જણાવાતા યુવા એડ્વોકેટ હર્ષિલ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, પ્રજાને હેરાન કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રહેશે તો લોકોનો વ્યાપક આક્રોશ ઉત્પન્ન થશે.
શહેરોમાં હેલ્મેટ વિરુધ્ધ વ્યાપક પણે જન આંદોલન શરૂૂ થશે. ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ ની જરૂૂર જ નથી, શહેરોમાં હેલ્મેટથી સલામતી વધવાને બદલે ઘટે તેવી પરિસ્થિતિ થાય છે. કારણકે વાહનમાં હેલ્મેટ પહેરવાથી સાઈડમાંથી વાહન આવીને ઉભો રહી જાય છે ત્યાં સુધી આવી જાય છે ત્યાં સુધી ખબર પડતી નથી. વાસ્તવમાં તેને કારણે અકસ્માત સર્જાતા રહ્યા છે, જે સમજવા, સમજાવવાની જરૂૂર છે. અને આવા કારણોસર સરકારમાંથી જ શહેરોમાં હેલ્મેટ કાનુન બંધ થઈ શકે તેવો આવેલ લોકોનો નિષ્કર્ષ હતો.