For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત

11:54 AM Nov 07, 2025 IST | admin
કાલાવડમાં સરપંચો દ્વારા પાક નુકસાની બાબતે મામલતદારને રજૂઆત

કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને તાલુકાના વિવિધ ગામોના સરપંચો તથા ખેડૂતોએ મામલતદાર અને ટીડીઓ કાલાવડને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

આ રજૂઆતમાં જણાવાયું હતું કે આ વર્ષ દરમિયાન સતત પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા મગફળી, કપાસ, સોયાબીન, તલ સહિતના પાકો સંપૂર્ણ રીતે બગડ્યા છે, જેના કારણે ખેડૂતોને 100 ટકા સુધીનું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

કાલાવડ તાલુકાના ડેરી, મેટીયા, ભંગળા, શિશાંગ, ગોલણીયા, મછલીવડ,ગુંંદા,શનાળા,નાની ભગેડી, લલોઇ,ધાંધલ પીપળીયા,મોટા વડાલા, અરલા, ખળ ધોરાજી,ખીમાણી સણોસરા,રાજસ્થળી, નિકાવા સહિતના તમામ ગામ પંચાયતોના પ્રતિનિધિઓએ રજૂઆતમાં સરકાર પાસે તાત્કાલિક 100 ટકા સહાય જાહેર કરવી તેમજ પાક ધિરાણ માફ કરવું જેવી મુખ્ય માંગણીઓ રાખી હતી.

Advertisement

સરપંચોએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વળતર અને સહાયની જાહેરાત કરી ખેડૂતોને રાહત પહોંચાડવી અતિ જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement