રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હળવદમાં સરપંચ અને પૂર્વ તા.પંચાયત સદસ્ય રૂા.600ના દારૂ સાથે પકડાયા

01:28 PM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

હળવદ તાલુકાના ગામડાઓમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના રાણેકપર ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય એવા પિતા-પુત્ર રૂા. 600ના દારૂ સાથે ઝડપાયા હતા જ્યારે પૂર્વ સરપંચ નાશી છુટ્યયા હતા સમગ્ર બનાવની પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાણકપર ગામે રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સહિતના લોકો દેશી તેમજ અંગ્રેજી દારૂૂ વેચાણ કરે છે ત્યારે પોલીસ દ્વારા ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા, રાણેકપર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને હળવદ તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય નવઘણ ગણેશભાઈ ઉડેચા અને રાણેકપર ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જુના રાણેકપર ગામના જાપા પાસે દશામાના મંદિર પાસે જાહેરમાં દેશી દારૂૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેઈડ કરતા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા અને રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા દેશીદારૂૂ લીટર 15, કિંમત રૂૂપિયા 300 તથા એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ-1, કિંમત રૂૂપિયા 300 મળી કુલ રૂૂપિયા 600ના મુદ્દામાલ સાથે બન્નેને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ગોપાલભાઈ કરશનભાઈ ખાંભડીયા હાજર નહીં મળી આવતા હળવદ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsHalwadHalwad news
Advertisement
Next Article
Advertisement