રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરિતા ગૌ-સંવર્ધન કેન્દ્ર દેશનું સૌ પ્રથમ સેવા કેન્દ્ર બનશે

01:00 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

જામનગર-કાલાવડ રોડ ઉપર વિજરખી ડેમ પાસે મિયાત્રા ગામના સીમાડે ગોપાલ રત્નથી સન્માનિત ધર્મેન્દ્રભાઈ કારાવદરા દ્વારા સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન આવતીકાલે તા. 9-3-ર0ર4 ના સાંજે 4 વાગ્યે કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૃપાલાના હસ્તે કરવામાં આવનાર છે.આ ગૌસંવર્ધન કેન્દ્ર અંગે વિસ્તૃત માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની યોજના અંતર્ગત ભારતનું આ સૌ પ્રથમ ગૌ-સંવર્ધન કેન્દ્ર છે. જેમાં વૈજ્ઞાનિક તેમજ પશુ સ્વાસ્થ્ય સહિતના તમમ પરિણામોને ધ્યાને લઈને સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Advertisement

શહેરથી દુર ખુલ્લા કુદરતી વાતાવરણમાં પાંચ એકરની વિશાળ જગ્યામાં ગૌ માતાઓ માટે ઈન્સ્યુલીન પતરાના શેડ અને ગેલ્વેનાઈઝ પાઈપના સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. ગૌશાળામાં માખી-મચ્છર-બગા જેવી જીવાતોના ઉપદ્રવથી રક્ષણ આપવા આધુનિક મશીનો મૂકાયા છે.હાલ આ ગૌશાળામાં ર00 થી વધુ ગૌ માતાઓ અને પ0 થી વધુ વાછરડાઓ છે. દરેક ગામનું ટેગીંગ કરી રેર્કડ મેઈનટેન કરવામાં આવે છે.ગૌમાતાને ત્રણેય ઋતુઓ માટે અલગ-અલગ પ્રકારનો ખોરાક પૂરો પાડવામાં આવે છે. જેમાં માંડવીનો પાલો, સુકો ચારો, લીલો ચારો, ગોળનું પાણી, મીનરલ મીક્ષર, સંધાલુણ મીઠું, ગળો-સતવારો-આઈએસઆઈ માન્ય દાણ આપવામાં આવે છે. ચારાના સ્ટોરેજ માટે ફૂલપ્રૂફ શેડ બનાવાયા છે.

આ ગૌશાળામાં ખાણદાણ, દૂધ પેકીંગ, ઈલે. ક્ધટ્રોલરૃમપ મેડિકલ સીમેન્સ સ્ટોર રૃમ, રીપ્રોસેસીંગ યુનિટ છે. ગાયોની કેટેગરી પ્રમાણે અલગ અલગ વાડાની વ્યવસ્થા છે. ઓટોમેટિક સાયલન્ટ જમ્બો જનરેટર વસાવાયું છે.ઘી બનાવવા માટે ઓટોમેટિક વલોણાનું મશીન છે. ગાયનું શુદ્ધ ઘી તથા ગાયનું દૂધ બોટલ-દૂધ બેગમાં પેક કરી વેંચાણ કરવામાં આવે છે. આગામી થોડા સમયમાં વિવિધ દેશોમાં આ કેન્દ્ર દ્વારા ગાય આધારિત ઉત્પાદનોની નિકાસ કરવામાં આવશે.

આ કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ તા. 9/3 ના સાંજે 4 વાગ્યે યોજાશે. ઉદ્ઘાટન કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૃપાલાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિવિશેષ પદે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિ.પં. પ્રમુખ મયબેન ગરચર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, શ્રીજી ગ્રુપના ડાયરેક્ટર મિતેશભાઈ લાલ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્રભાઈ કારાવદરાને ર017 ના વર્ષમાં ગોપાલ રત્નના એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement