For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરદારનગર સોસા. મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગ

06:19 PM Sep 13, 2025 IST | Bhumika
સરદારનગર સોસા  મેઇન રોડ પર ફૂડ વિભાગનું ચેકીંગ

લાઇસન્સ વગર ખાદ્ય પદાર્થો વેચતા 10ને નોટિસ ફટકારાઇ, 9 જગ્યાએથી નમૂના લીધા

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આશાપુરા ચા પાછળ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, સમરસ હોસ્ટેલ સામે, રાજકોટ મુકામે આવેલ "જોન્સ બીન થીયરી" પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તથા શ્રધ્ધા હોસ્પિટલની નીચે, શોપ નં.03 ગ્રા ફ્લોર, ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટ મુકામે આવેલ "અશોક એન્ટરપ્રાઇઝ- ગ્લોબલ ટી કાફે" પેઢીની તપાસ કરતા સ્થળ પર FIFO મુજબ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તથા ગંગોત્રી પાર્ક મેઇન રોડ, સમરસ હોસ્ટેલ સામે, રાજકોટ મુકામે આવેલ "આશાપુરા ચા /કાફે" પેઢીની તપાસ કરતા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ અને વિનાયક સોસાયટી-8, યાદવ પાન સામેની શેરી, રાજકોટ મુકામે આવેલ "મૌર્ય પ્રોવિઝન સ્ટોર" પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના પટેલ બોર્ડીંગ રોડ-સરદારનગર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Advertisement

ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત મુજબ (1) પટેલ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2) આર્ય ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3) જય સિયારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4) ચામુંડા ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05) શ્યામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીજી સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સૂર સાગર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જય જલિયાણ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ચામુંડા લચ્છી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (11) શ્રી દર્શન મેડિકલ સ્ટોર (12) શ્રી રામદૂત ડેરી ફાર્મ (13) ભગવતી પ્રોવિઝન સ્ટોર (14) સાગર પ્રોવિઝન સ્ટોર (15) શ્રીજી ડેરી ફાર્મ (16) ડી પટેલ આઇસ્ક્રીમ (17) પુજા જનરલ સ્ટોર (18) જય બાલાજી ચાઇનીઝ પંજાબી (19) જય ખોડિયાર દાળ પકવાનની ચકાસણી કરવામાં આવેલ.

ચાર જગ્યાએથી પનીરના નમૂના લેવાયા
SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD): સ્થળ -શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદનગર, શેરી નં.09 ખૂણો, કોઠારીયા રોડ, 'SHREEJI FOODS' ANALOGUE PANEER (FROM 4 KG PKD): સ્થળ -શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદનગર, શેરી નં.09 ખૂણો, કોઠારીયા રોડ, NON BRAND LOOSE ANALOGUE PANEER (FROM 1 KG PKD): સ્થળ -આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.05, ન્યુ અંબિકા પાર્ક, શ્યામલ વર્ટીકલ સામે, સાધુવાસવાણી રોડ, PANEER (LOOSE): સ્થળ -વૃંદાવન ડેરી કકઙ, સોરઠિયાવાડી-07, છ.ઊં. એન્ટરપ્રાઇઝ સામે, કોઠારીયા રોડ, પરથી પનીરના નમુના લેવાયા.

Advertisement
Tags :
Advertisement
Advertisement