ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંજય કૌલની ગીફટ સિટીના MD-CEO પદે નિયુક્તિ

01:56 PM Jul 15, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ત્રણ IAS અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કેરળ બેચના IAS સંજય કૌલની GIFT સિટીના MD અને CEO પદે નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો અથવા ઓર્ડર ન થાય ત્યાં સુધીનો રહેશે. રાજ્યના 2 આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણુક કરવામાં આવી છે. આ બદલીથી ડાંગ જિલ્લાને નવા જિલ્લા વિકાસ અધિકારી મળ્યા છે.

Advertisement

આ ઉપરાંત સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (સુડા)ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર કે.એસ. વસાવાની બદલી કરીને ડાંગ-આહવાના ડીડીઓ બનાવાયા છે. જ્યારે IAS સુથાર રાજની સુડાના CEO તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગત 17 જૂનનો ડાંગ ડીડીઓ તરીકેનો તેમનો હુકમ રદ કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર સુરત શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કે.એસ. વસાવાની બદલી કરવામાં આવી છે. તેમને ડાંગ-આહવા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બદલીથી પાટીલ આનંદ અશોકને સોંપાયેલા વધારાના હવાલામાંથી મુક્તિ મળશે.

તે ઉપરાંત ગયા મહીને ડાંગના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી સુથાર રાજ રમેશચંદ્રની નર્મદાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી, તેને રદ કરવામાં આવી છે અને તેની સેવાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને સોંપવામાં આવી છે, જ્યાં તેઓ કે.એસ. વસાવાના સ્થાને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) તરીકે નિયુક્ત થશે.

Tags :
GIFT Citygujaratgujarat newsSanjay Kaul
Advertisement
Next Article
Advertisement