ભરતી અને રાજીનામા મુદ્દે સફાઇ કામદારોના મનપામાં ધરણાં
મનપાના સફાઇ કામદારોના અલગ અલગ પ્રશ્ર્નો મુદ્દે વાલ્મીકિ સંકલન સમિતિ દ્વારા આજે ખાસ કરીને સફાઇ કામદારોના રાજીનામા મંજુર કરવા અને નવી ભરતીના મુદ્દે કોર્પોરેશન કચેરી ખાતે ધારણ યોજી મેયરને રજુઆત કરતા પદધાકિરાઓએ ઘટતો કરવાની ખાત્રી આપી હતી.
આજે સફાઇ કામદારોએ રજુઆત કરી જણાવેલ કે, સફાઈ કામદારોની ભરતીમાં અવાર નવાર આંદોલનો, રેલીઓ, ધરણા, અપવાસની છાવણીઓ નાખવામાં આવેલ જેના અનુસંધાને તારીખ: 02-03-2019 ના જનરલ બોર્ડમાં ઠરાવ નં. 1702/2018-19 સફાઈ કામદારોની 441 ની ભરતી માટે ઠરાવ કરવામાં આવેલ. તેના ફોર્મ બાર પાડવામાં આવતા 1600 જેટલા લોકોએ કોરોનાની મહામારી જેવા સમયમાં હાડમારી વેઠી કોર્પોરેશન દ્વારા ભરતીમાં ફોર્મમાં માંગેલ કાગળો (ડોકયુમેન્ટ) પુરા કરેલ હાલમાં 4 મહીના અંદાજે જનરલ બોર્ડમાં ઠરાવ થયેલ અગાઉના ઠરાત 2019 ના અને હાલના ઠરાવમાં ભરતીના નિયમો પાત્રતા એક જ છે. તો અગાઉં જે ફોર્મ ભરેલા છે તે મુજબનો ડ્રો કરી તાત્કાલીક સહાઈ કામદારોની ભરતી કરવામાં આવે. આ ફોર્મ ભરવામાં 2019 માં જે ફોર્મ ભરેલ તેમાં અરજદારોને વારસાઈ આંબો તથા બીજા અન્ય ડોકયુમેન્ટો માટે ઘણો મોટો ખર્ચ થયેલ છે.
તથા મેડીકલ સર્ટીના નમુનામાં જટીલ નિયમોના કારણે યશ કે મે બી ના ટેકનીકલી ગુચવણના કારણે સફાઈ કામદાર રાજીનામા મંજુર થયેલ નથી. આ પહેલાની ડીપીસીમાં મેં બી લખેલા રાજીનામા મંજુર કરવામાં આવેલ છે. બે બે ત્રણ ત્રણ વર્ષથી રાજીનામા આપેલ છે. સફાઈ કામદારોના રાજીનામા હવે નામંજુર થાય તો અમુક સફાઈ કામદારો તો નિવૃતી થવાની અણી પર છે. જેથી હાલમાં જે થોડા સમય પહેલા ડીપીસી કમિટિ બોલાવેલ સફાઈ કામદારોના મેં બી લખેલા રાજીનામાં મંજર કરી તેના વારસદારોને નોકરી આપવા વિનંતી.જામનગર રોડ ઉપર આવેલ સરભંગનગર પ્લોટ નં. 626 ના રહેવાસીઓને ડીમોલેશનની નોટીસ મળતા તેમને વૈકલ્પીક જગ્યા માટે કલેકટર રાજકોટ પ્રણવભાઈ જોશી સાહેબને રજૂઆત કરતા તેમને તે જગ્યા આપવા માટે સહમતી દર્શાવેલ. તેની ઉપર આવાસ નિર્માણ માટે ગ્રાન્ટ આપવામાં આવે તો તેને જણાવેલ કોર્પોરેશન દ્વારા કલેકટરશ્રી સાથે સંકલન કરી કે આવાસ યોજના ઉભી કરી પ્લોટના હાલના રહેવાસીઓને ફાળવે તો તંત્ર દ્વારા જે પણ કિંમત નકકી કરવામાં આવે તે લેવા પ્લોટના રહેવાસીઓ સહમત છે. આ રહેવાસીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી રહે છે.
કોર્પોરેશન સીવીલ હોસ્પીટલ તથા કલેક્ટર ઓફીસમાં કોન્ટ્રાકમાં સકાઈ કામદાર તરીકે કામ કરે છે. તો તેને ન્યાય આપવા નમ્ર વિનંતી કરી હતી. સાટાખતની લોન લીધેલા કર્મચારીઓને તેમના ઓરીજનલ સાટાખત જમા કરાવવા માટે અથવા લોન ભરપાઈ કરવા માટે નોટીસો આપવામાં આવેલ રા.મ.ન.પા. દ્વારા 7 કે 10 લાખ સુધીની લોન આપવામાં આવેલ હતી, રાજકોટ જેવા શહેરમાં આટલી રકમમાં કાયદેસરના મકાનો મળી ન શકે તો તેમણે ઓરીજનલ દસ્તાવેજ અન્ય બેંકમાં ગીરવે મુકી લોન લીધેલ હોય તો દસ્તાવેજ રા.મ.ન.પા. માં રજુ કરી શકે તેમ ન હોય શરત મુજબ પેનલ્ટી, વ્યાજ વસુલ કરવા વિનંતી કરી હતી.