For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના વડવાજડી ગામે હવામાં ભડાકા કરનાર રેતી-કપચીના ધંધાર્થીની ધરપકડ

12:37 PM Feb 16, 2024 IST | Bhumika
રાજકોટના વડવાજડી ગામે હવામાં ભડાકા કરનાર રેતી કપચીના ધંધાર્થીની ધરપકડ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામે નવા બંધાતા મકાનના ચણતર બાબતે બે પિતરાઈભાઈ વચ્ચે માથાકુટ થયા બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈના મિત્રએ પોતાની પાસે રહેલ હથિયારમાંતી હવામાં ફાયરીંગ કરી ભયનો માહોલ ફેલાવી દીધો હતો આ અંગે પોલીસે ગુનો નોંધી રેતી-કપ્ચીના ધંધાર્થીની ધરપકડ કરી હથિયાર, સ્કોર્પિયો કાર કબ્જે કરી હતી.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ લોધીકાના વડવાજડી ગામે રહેતા ટ્રાન્સ્પોર્ટના ધંધાર્થી ભાવેશભાઈ લખમણભાઈ રાઠોડ (ઉ.વ.39) આહિર યુવાને મેટોડા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ સેટેલાઈટ ચોકમાં રહેતા રેતી-કપ્ચીના ધંધાર્થી સાગર મનુભાઈ ડવ (ઉ.વ.23) આહિર શખ્સનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના મકાનની બાજુમાં આવેલ વાડામાં ફરિયાદીનો પિતરાઈભાઈ મહેશ મેરામભાઈ રાઠોડ મકાન બનાવતો હોય ગઈકાલે ચણતર કામ વખતે ફરિયાદીના મકાનની દિવાલ અને કોલમમાં નુક્શાન થતા બન્ને પિતરાઈભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો.

ત્યાર બાદ ફરિયાદીને કામ હોય તેઓ રાજકોટ જતા રહ્યા હતા અને બપોરે 3 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે પિતરાઈભાઈના કડિયા ઘરની દિવાલ પાસે ખોદકામ કરતા હોય જેથી ફરિયાદીએ કોદકામ કરવાની ના પાડતા ફરી માથાકુટ થઈ હતી.આ વખતે ફરિયાદીના પિતરાઈભાઈનો મિત્ર સાગર ડવ ત્યાં હાજર હોય ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળાગાળી કરી પોતાની પાસે રહેલ હથિયારથી ભય ફેલાવવા હવામાં ફાયરીંગ કરતા પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ વખતે આરોપી પોતાની સ્કોર્પિયો કાર લઈને નાશી ગયો હતો.

Advertisement

આ ઘટનાની જાણ થતાં મેટોડા પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ટ્રાન્સપોર્ટરની ફરિયાદ પરથી બેદરકારી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મોરબી રોડ પર રહેતા રેતી-કપ્ચીના ધંધાર્થી સાગર મનુભાઈ ડવની ધરપકડ કરી હથિયાર અને સ્કોર્પિયો કાર કબ્જે કરી આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement