માથક ગામે વાડીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ત્રણે આરોપીઓ ફરાર
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના માથક ગામે આરોપી રાજુભાઈ રણછોડભાઈ કોળી અને શક્તિભાઈ રાજુભાઈ રાજપૂતે મળીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી માથક ગામના રહેવાસી ઓધવજીભાઈ સુખાભાઈ કોળીની નવા માથક જવાના રસ્તે વટેશ્વર ઢોરા વાળી સીમમાં આવેલી કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં વિદેશી દારૂૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદાથી રાખેલો છે. જે બાતમીના આધારે માથક ગામે વાડીમાં રેઈડ કરતા ઓરડીમાં મગફળીના પાનામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-159, કિંમત રૂપિયા 53,850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ત્રણેય આરોપીઓ હાજર નહીં મળી આવતા હળવદ પોલીસ મથકે ત્રણેય સામે ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કોયબા જવાના રસ્તે જીઈબી પાસે આવતા આરોપી રમેશભાઈ રૂગનાથભાઈ હડીયલને દેશીદારૂૂ લીટર 10, કિંમત રૂપિયા 200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં હળવદ પોલીસની ટીમ શહેરના જીઆઈડીસી પાસે આવતા જીઈબીના ગેટ પાસે ઝુંપડામાં રહેતા આરોપી મહિલા કુંવરબેન હેમુભાઈ દેકાવાડીયા શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેની તપાસ કરતા દેશીદારૂ લીટર 5, કિંમત રૂપિયા 100ના મુદ્દામલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.