તલ-શીંગ અને દાળીયાની ચીકીના નમૂના લેવાયા, ખાદ્ય ચીજના 20 નમૂનાની ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ "ઓયે અન્ના રેસ્ટોરેન્ટ (SVENDZ FOOD LLP) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ફૂડ, ચટણી, સડેલા બાફેલા બટેટા તથા એક્સપાયરી વીતી ગયેલ બ્રેડ સહિતનો કુલ અંદાજીત 06 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, પેસ્ટ કોંટ્રોલ કરાવવા તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ. રેલનગર વિસ્તારમાં 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં પાંચને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. ખાદ્ય ચીજોના 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
શ્યામ ખમણ, કાજલ પાન એન્ડ કોલ્ડ્રિક્સ, જય સોમનાથ ખમણ હાઉસ, મોમાઇ કોલ્ડ્રિક્સ, જય ખોડિયાર કોલ્ડ્રિક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. જય બાલાજી ડેરી ફાર્મ, જય શક્તિ ડેરી ફાર્મ, ગિરિરાજ ફરસાણ, ગાયત્રી જનરલ સ્ટોર, જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ, આશાપુરા કોલ્ડ્રિક્સ, એ.કે. બકેરી, ચામુંડા પાન કોલ્ડ્રિક્સ, ભગવતી પ્રોવિઝન સ્ટોસ, સિલ્વર બેકરી, આદરો નાસ્તા ગૃહ, શિવશક્તિ સ્ટોર, મોહનાણી જનરલ સ્ટોર, ભવાની સ્વીટ એન્ડ નમકીન, રામ જનરલ સ્ટોર્સ, રાધિકા ડેરી ફાર્મ, ભોલે બેકર્સની ચકાસણી કરવામાં આવેલ.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ તલની ચીકી (લુઝ) મધુરમ વેરાયટી સ્ટોર્સ, ભગવતીપરા, શેરી નં.17/21 કોર્નર, શીંગની ચીકી, મનમોજી ચીકી (લુઝ), ભાવના ફૂડ્સ, લખાજીરાજ ઉદ્યોગનગર-06, ચુનારાવાડ ચોક, દાળિયાની ચીકી, શીંગની ચીકી (લુઝ) એવન ચીકી, ભગવતી સોસાયટી શેરી નં.03, મધર ટેરેસાવાળી શેરી, દૂધસાગર રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.