શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડ
ફૂડ વિભાગનું ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 8ને લાયસન્સ અંગે નોટિસ
લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દંડ ભરી છૂટી ગયા
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક માસ પહેલા નમુનાની કામગીરી દરમિયાન બાપુનગરમાંથી કેળાની વેફર તેમજ નાનામૌવા રોડ ઉપરથી ગાયનું ઘી અને રઘુવીરપરામાંથી સેક્રીન લુઝનો નમુનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજરોજ આવતા ત્રણેય નમુના અનસેફ ફૂડ જાહેર કરતા આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં તેનો ચુકાદો આજરોજ આવેલ જેમાં વેફર બનાવનાર માલિકને રૂપિયા 1.50 લાખનો દંડ તેમજ શુદ્ધ ઘી વેચનાર સંચાલકને રૂા. 1 લાખનો દંડ અને સેક્રીનના વિક્રેતાને રૂપિયા 1 લાખનો દંડ તેમજ દંડ ન ભરે તો એક માસની સજાનો હુકમ કરાતા મનપાના ફુડ વિભાગે ચુકાદા આધારિત કાર્યવાહી શરૂ કરી છે. તેવી જ રીતે ફૂડ વિભાગે આજે 21 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી આઠ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા તા.18-09-2017 ના રોજ "મુસ્કાન વેફર્સ" સ્થળ: વિશ્વાસ ઇન્ડ. એસ્ટેટ, બાપુનગર મેઇન રોડ, જીલ્લા ગાર્ડન પાસે, રાજકોટ મુકામેથી "કેળાની વેફર (મસાલાવાળી) (લુઝ)" નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગના રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત "PERMITTED PINK AND ORANGE COLOUR OIL SOLUBLE SYNTHETIC DYES"ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ. જેથી મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 તથા કલમ-63 હેઠળ તકસીરવાન ઠરાવી ચામડિયા અનીષભાઈ મજીદભાઈને "કુલ રૂૂ.1,50,000 દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
જય દ્વારકાધીશ નાસ્તાગૃહ માધવ કોમ્પલેક્ષ પીજીવીસીએલ ઓફિસ સામેનાના મવા રોડ, રાજકોટ મુકામેથી "ગાયનું ઘી(લુઝ)" નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત "B. R. READING ધારાધોરણ કરતા વધુ R. M. VALUE ધારાધોરણ કરતા ઓછી તથા YELLOW COLOUR NON PERMITTED OIL SOLUBLE DYE"ની હાજરી મળી આવતા નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ. જેથી મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઈ મસરીભાઈ જોગલને "કુલ રૂૂ.1,00,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
રિધ્ધિ સિધ્ધી ટ્રેડિંગ કંપની" સ્થળ: 8-9 રધુવીરપરા, પ્રેમ પ્રકાશ મંદિર પાછળ, રાજકોટ મુકામેથી "સેકરીન (લુઝ)" નો નમુનો ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવા માટે પ્રતિબંધિત આર્ટિફિશિયલ સ્વીટનર ડુલસીનની હાજરી મળી આવતા નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવેલ. જેથી મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ તકસીરવાન ઠરાવી મહેશ પમનદાસ ચંદીરામાણીને "કુલ રૂૂ.1,00,000ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના મોરબી રોડ -સેટેલાઈટ ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.