ગણપતિને ધરી દીધા બાદ લાડુના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગે ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ચકાસણી કરી 8ને લાયસન્સ અંગે આપી નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગણેશ ઉત્સવના તહેવારને અનુલક્ષીને પ્રસાદ તરીકે વિતરણ થતા લાડુના ઉત્પાદકોના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા લાડુ માટે વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ 4 ઉત્પાદકો પાસેથી મોતીચૂર સહિતના લાડુના 04 નમૂના લેવામાં આવેલ હતા.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના એરપોર્ટ રોડ થી આમ્રપાલી ફાટક સુધી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ તેમજ (1)GUJCO માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)બાપાસીતારામ સૂપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)બલ્લે બલ્લે રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)કે પટેલ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ઓશો ઇન્દોરી પૌવા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શિવ ફાસ્ટ ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)પદ્માવતી જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)અંબિકા જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09)આર.કે. વડાપાઉં (10)શ્રીરામ જનરલ સ્ટોર્સ (11)સાગર અમૂલ પાર્લર (12)બર્ગર ભાઉ (13)રોશની કોલ્ડ્રિંક્સ (14)સતનામ ફ્રૂટ જ્યુસ (15)રોયલ રોશની પાન કોલ્ડ્રિંક્સ (16)ભૂપેશ મેડિકલ (17)ગૌરવ મેડીસીન્સ (18)સત્યનારાયણ મદ્રાસ કાફે (19)દ્વારકાધીશ દાળ પકવાન (20)જનતા જનરલ સ્ટોર્સ (21)રસિકભાઈ ચેવડાવાળા (22)આશુતોષ કોઠી આઇસ્ક્રીમની ચકાસણી કરવામાં આવેલ હતી.
નમૂનાની કામગીરી
ફૂડ વિભાગ દ્વારા નમૂનાની કામગીરી દરમિયાન મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર શેરી નં.-06, રામાપીર ચોકડી પાસે, 150’ રિંગ રોડ, રાજકોટ. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -સાક્ષી ગૃહ ઉદ્યોગ, તિરુપતિ સોસાયટી, કોઠારીયા રીંગ રોડ પાસે, રાજકોટ. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -શ્રી ગજાનન સોનપાપડી ગૃહ ઉદ્યોગ, જય સોમનાથ પાર્ક સોસાયટી-1, કોઠારીયા રોડ, રાજકોટ મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -ગુરુકૃપા ગૃહ ઉદ્યોગ, લાલ પાર્ક, ઢેબર રોડ(સાઉથ), રાજકોટ સહિત સેમ્પલ લેવામાં આવેલ