બાર એશો.ની ચૂંટણીમાં સમરસ પેનલ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
સિનિયર જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ફોર્મ ભર્યા
રાજકોટ બાર એશોસીએશનની આગામી તા.19/12/2025 ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ આજે સિનિયર જુનીયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26ની તા.19/12/2025 ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુના નેજા હેઠળ પુરી ટીમની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયને વીરાણી હાઈસ્કુલ ખાતેના મધ્યસ્થ હોલમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયાએ સિનિયર જુનીયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં હાજરીમાં આજે બપોરે 12:39 કલાકે વિજય મુહર્તમાં ચુંટણી કમીશ્નર સમક્ષ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
આરબીએ પેનલની ટીમ આવતી કાલે ફોર્મ ભરશે
બાર એસોસિએશનની ચૂંટણીમાં જંપલાવનાર આરબીએ પેનલમાંથી પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરા, ઉપ પ્રમુખ માટે બિમલ જાની, સેક્રેટરી પદ પર નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી માટે જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર પદના ઉમેદવાર પ્રગતિ માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત સભ્ય નિશાબેન લુણાગરિયા મિનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્ય પદે સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયા આવતી કાલે બપોરે 12:39 કલાકે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે.