For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સેકસવર્ધક દવાઓના વેચાણમાં તોતિંગ વધારો

04:32 PM Apr 15, 2025 IST | Bhumika
ગુજરાતમાં સેકસવર્ધક દવાઓના વેચાણમાં તોતિંગ વધારો

એક વર્ષમાં જ માર્કેટ 22 ટકા વધી રૂા.41 કરોડે પહીંચ્યું, શહેરી વિસ્તારોમાં વધુ ડિમાન્ડ

Advertisement

જાતીય સમસ્યા પ્રત્યે યુવા વર્ગનું વલણ બદલાઇ રહ્યું છે, એક સમયે ગુપ્ત રીતે ચર્ચાતા જાતીય સ્વાસ્થ્યની હવે ખૂલ્લેઆમ ચર્ચા

ગુજરાતમાં આધુનિક જીવન શૈલી સાથે સેકસ ઉતેજક દવાઓના વેચાણનું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં વધ્યું છે અને છેલ્લા એક વર્ષમાં સેકસવર્ધક દવાઓના વેચાણ 22 ટકા વધીને 41 કરોડે પહોંચ્યું છે. અગાઉના વર્ષોમાં આ વેપાર રૂા.33 કરોડનો હતો. જેમાં ઉતરોતર ઝડપથી વધારો થઇ રહ્યો છે.

Advertisement

ગુજરાત જેવા વિકિસત રાજ્યામાં હજુ સેકસને લગતી બાબતોમાં સામાજિક શરમ સહિતની બાબતો અગત્યનો રોલ ભજવે છે પરંતુ અંદરખાને સેકસવર્ધક દવાઓનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે. જાતિય સમસ્યા અને સાથીને સંતોષ આપવાની ઘેલછા તેમજ સેકસ પ્રત્યે જાગૃતિના કારણે આવી દવાઓ લેવાનું પ્રમાણ વધી રહ્યાનું નિષ્ણાંતો માને છે.
ઉતેજક દવાઓના વેચાણમાં વૃદ્ધિ સમાજમાં મોટા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, કારણ કે ઘનિષ્ઠતા અને અકાળ સ્ખલન તેમજ ઇરેક્ટાઇલ ડિસફંક્શન જેવા જાતીય સ્વાસ્થ્યના મુદ્દાઓને લગતા ટેબૂ હવે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યા છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં.

આ ઉછાળો અચાનક નથી, પરંતુ પાંચ વર્ષના સતત વેચાણ વધી રહ્યું છે. ફાર્મારેકના મૂવિંગ એન્યુઅલ ટોટલ (ખઅઝ) આંકડાઓ સ્પષ્ટ વૃદ્ધિ દર્શાવે છે. માર્ચ 2021માં રૂ.23 કરોડ, 2022માં રૂ.28 કરોડ, 2023માં રૂ.32 કરોડ, 2024માં રૂ.33 કરોડ, અને હવે 2025માં નોંધપાત્ર રીતે રૂ.41 કરોડ. ઉદ્યોગ નિષ્ણાતો આ વધારાને વધતી જાગૃતિ, ઘટતા સામાજિક કલંક અને ઘનિષ્ઠ અનુભવોને સુધારવાની ઇચ્છાને આભારી માને છે. આ બજાર હવે માત્ર તબીબી જરૂૂરિયાતોને પૂરું કરવાથી આગળ વધીને જીવનશૈલી અને મનોરંજનાત્મક માંગને સંબોધી રહ્યું છે, જે એક મજબૂત વૃદ્ધિના તબક્કાનો સંકેત આપે છે.

ફાર્મારેકના વાઇસ પ્રેસિડેન્ટ-કોમર્શિયલ, શીતલ સપાલે જણાવ્યું, જાતીય સ્વાસ્થ્ય ઉત્પાદનોની સમજણ અને માર્કેટિંગમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. કંપનીઓનું ઓવર-ધ-કાઉન્ટર પ્રમોશન આ ઉત્પાદનોને વધુ સુલભ બનાવી રહ્યું છે, જે વેચાણમાં વધારો કરે છે. એક સમયે ગુપ્ત રીતે ચર્ચાતો વિષય હવે ખુલ્લેઆમ શહેરી ગ્રાહકોમાં ચર્ચાય છે. ટેલિવિઝન જાહેરાતો અને સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટે આ કેટેગરીને ડિસ્ટિગ્મેટાઇઝ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે, આયુર્વેદિક ઉત્તેજકોની માંગ પણ વધી છે, જે પરંપરા અને આધુનિક જરૂૂરિયાતોનું મિશ્રણ દર્શાવે છે.શહેરી વિસ્તારો આ ફેરફારનું કેન્દ્ર છે, જ્યાં યુવાનવયના લોકોમાં આવી દવાઓની માંગ વધી છે. અમદાવાદના એક વરિષ્ઠ ફાર્મા ડિસ્ટ્રિબ્યુટરે જણાવ્યું કે યુવાનોમાં મનોરંજનાત્મક ઉપયોગ એક મુખ્ય પરિબળ છે, સાથે જ સ્થૂળતા અને જીવનશૈલીના રોગોના વધતા કેસો પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની રહ્યા છે. તેમણે કહ્યું, લોકો જાતીય સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત થયા છે, આ બદલાતું દ્રશ્ય ગુજરાતમાં જાતીય સ્વાસ્થ્ય પ્રત્યેના બદલાતા વલણોને ઉજાગાર કરે છે. જેમ જેમ સામાજિક અવરોધો ઘટી રહ્યા છે, તેમ આ બજાર વધુ વૃદ્ધિ માટે તૈયાર છે, જે તબીબી ઉકેલોને જીવનશૈલીની આકાંક્ષાઓ સાથે જોડે છે. વેચાણમાં થયેલો ઉછાળો માત્ર ઉત્પાદનોની માંગને જ નહીં, પરંતુ ઘનિષ્ઠતા વિશે ખુલ્લી ચર્ચાની વ્યાપક સ્વીકૃતિને પણ દર્શાવે છે.

ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર દવાઓનું ધૂમ વેચાણ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે ગોપનીય ખરીદીના વિકલ્પો ઓફર કરીને આ વૃદ્ધિને વેગ આપ્યો છે, જે ગ્રાહકોને ગોપનીયતા પૂરી પાડે છે. સેલિબ્રિટી-સમર્થિત ઝુંબેશો અને વધતા તણાવના સ્તરોની સાથે, આ બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. યુવા વર્ગ ખાસ કરીને સક્રિય છે, જેમાં કેટલાક પરફોર્મન્સ સમસ્યાઓના ઉકેલ શોધે છે, જ્યારે અન્ય ઘનિષ્ઠ અનુભવોને વધારવા માટે ઉત્પાદનોની શોધમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement