સલાયામાં સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતા ઉર્જા મંત્રીને ફરિયાદ
સલાયામાં 50 હજારની વસ્તીમાં પિજિવિસીએલ દ્વારા લાઈટનો પ્રશ્ન વારંવાર ઉદભવે છે. ચાર છાંટા પડેને લાઈટ ગુલ થઈ જાય છે એ શિવાય પણ લાઈટના વોલ્ટેજ પૂરા નથી આવતા જેથી ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ ભારે નુકશાન થાય છે.
આખા દિવસ દરમ્યાન અનેક વાર લાઈટો જતી રહે છે જેથી વેપાર ઉદ્યોગમાં પણ ભારે તકલીફ પડે છે. સલાયામાં આવેલ વેલ્ડિંગ તેમજ અન્ય કારખાનામાં લાઈટો જવાથી કામદારોને એમનેમ બેસવું પડે છે. જેથી રોજમદાર કામદારોને પણ ગુજરાન ચલાવવામાં તકલીફ પડે છે.માટે બાબતે અનેક વાર ફરિયાદો કરવા છતાં લાઈટનો પૂરવઠો નિયમિત આવતો નથી. જેથી સલાયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મ સમાજના અગ્રણી વિશાલભાઈ સાતા દ્વારા વિધ્યુત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ને લેખિતમાં ફરિયાદ કરી આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા માંગ કરાઈ છે. વીજ પૂરવઠો નિયમિત થાય તો વેપાર ધંધા પણ વ્યવસ્થિત થાય માટે આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઈ છે.
