For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશે

12:22 PM Jan 08, 2025 IST | Bhumika
મિલકત જાહેર નહીં કરનાર સરકારી કર્મચારીના પગાર અટકાવાશે

Advertisement

કર્મયોગી પોર્ટલ પર તા.31 ડિસેમ્બર સુધીમાં મિલકત પત્રક ભરવું ફરજિયાત, સરકારનો પરિપત્ર

રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત પત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઇન પત્રક ભરવાનું કહેવામાં આવ્યું છે. જો સરકારી કર્મચારીઓ દ્વારા મિલકત પત્રક ભરવામાં નહીં આવે તો પગાર અટકાવવામાં આવશે. વર્ગ 1 અને 2ના અધિકારીઓ સાથે હવેથી વર્ગ 3ના કર્મચારીઓએ પણ સ્થાવર અને જંગમ મિલ્કત જાહેર કરવી પડશે.1લી જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 સુધીની મિલ્કત જાહેર કરવી પડશે.

Advertisement

કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન ભરવાનું ફરજિયાત કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ-અધિકારીઓની મિલ્કત દર વર્ષેે તા.31 ડિસેમ્બર સુધીમાં જાહેર કરવી ફરજીયાત કરાઈ હોવા છતાં કેટલાક કર્મચારીઓ-અધિકારીઓ પોર્ટલ ઉપર મિલ્કત જાહેર કરવામાં અખાડા કરતા હોવાથી રાજ્ય સરકારે કડક વલણ અપનાવી આ પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સરકરા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય સેવા નિયમો, 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અંગે સ્થાવર-જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવા થયેલ છે.જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરીથી ડિસમ્મબર સુધી) પુરુ થયા પછીના મહિનામાં એટલે કે, તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે.
સરકારી અધિકારીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓ તથા નાણા વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના વર્ગ-3ના તમામ કર્મચારીઓએ પોતાના 2024ના કેલેન્ડર વર્ષના સ્થાવર-જંગમ મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 નિયમ-19થી નિયમ થયેલ જોગવાઈ મુજબ 2024નું કેલેન્ડર વર્ષ પુરુ થયા પછીના મહિનામાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ધોરણે અચુક કરવાની રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

અમુક કર્મચારીઓના પરિવારની મિલકતોમાં અસાધારણ વધારો
ગુજરાતમા સરકારી કર્મચારીઓની મિલકતો પોર્ટલ ઉપર જાહેર કરવાની ફરજિયાત હોવા છતા અનેક કર્મચારીઓ મિલકતો જાહેર કરવામા અખાડા કરતા હોવાનું બહાર આવ્યુ છે જેના કારણે રાજય સરકારે કડક વલણ અપનાવ્યુ છે. બીજી તરફ કેટલાક સરકારી કર્મચારીઓના પરિવારજનો કોઇ કામ ધંધો કરતા નહીં હોવા છતાં તેની મિલકતોમા મોટો વધારો નોંધાયાનુ ધ્યાને આવતા આગામી દિવસોમા આ મૂદે તપાસ શરૂ થાય તેવા નિર્દેશો મળી રહયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement