પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો
ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થઈ ગઈ છે. કરતરી આસ્થા અને ભક્તિભાવથી ભરપૂર આ પરિક્રમામાં સેંકડો સાધુ-સંતોએ ભાગ લીધો જેમણે 36 કિલોમીટરની દૂરી પગપાળા પૂરી કરી હતી. આ પરિક્રમા ગિરનારની પવિત્રતા અને હિંદુ ધર્મની પરંપરાનું જીવંત પ્રતીક છે, જે વર્ષોથી ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
પરિક્રમાની સુરક્ષા અને સરળતા માટે જુનાગઢ પોલીસના અધિકારીઓ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ના જવાનોએ પણ ભાગ લીધો. તેઓએ માર્ગદર્શન આપ્યું, તબીબી મદદની વ્યવસ્થા કરી અને અડચણને દૂર કરી હતી. આ કારણે પરિક્રમા વિના કોઈ વિક્ષેપ વિના પૂર્ણ થઈ, જેનાથી સંતો અને વહીવટી અધિકારીઓએ ખુશી વ્યક્ત કરી હતી.જોકે, આ વર્ષે કેટલાક કારણોસર ભાવિકો પરિક્રમા કરી શક્યા નહોતા, જેનું દુ:ખ સાધુ-સંતોએ વ્યક્ત કર્યું. તેઓએ કહ્યું કે, ભાવિકોની ભાવના અને આશીર્વાદથી જ આ પરિક્રમા સફળ થઈ છે. અમે તમામ ભાવિકોને અર્પણ કરીએ છીએ, જેથી તેઓ પણ આ પાવન કાર્યના ફળસ્વરૂૂપે ધન્ય થાય. આ વાતથી ભાવિકોમાં ભક્તિભાવ વધુ જાગ્યો અને તેઓએ મંદિરોમાંથી જ પ્રાર્થના કરી હતી.