For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના હસનપરમાં વખ ઘોળનાર સગીરાએ સારવારમાં દમ તોડયો

04:28 PM Sep 14, 2024 IST | admin
વાંકાનેરના હસનપરમાં વખ ઘોળનાર સગીરાએ સારવારમાં દમ તોડયો

ગોંડલમાં પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લેતા તબીયત લથડી

Advertisement

વાંકાનેરના હસનપરમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. સગીરાનુ રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતી ઉર્મિલાબેન વિક્રમભાઈ સલાલીયા નામની 17 વર્ષની સગીરા ગત તા. 10/9/2024 ના રોજ પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Advertisement

જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં આવેલી નાની બજાર વિસ્તારમાં રહેતી કુસુમબેન નિરવભાઈ પડીયા નામની 29 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement