સુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હાર
ગોંડલ નાં સુલતાનપુર તાલુકા પંચાયત ની બેઠક ની પેટાચૂંટણી ભાજપે ફરીવાર વટભેર જીતી લીધી છે.સુલતાનપુર બેઠક પર ભાજપ નાં વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા નો જળહળતો વિજય થયોછે.જ્યારે કોંગ્રેસ નાં નલીનાબેન ગોપાલભાઈ કુંજડીયાની હાર થઇ છે.ભાજપ નાં ચુંટાયેલા વર્ષાબેન ગોંડલીયાને 2683 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસ નાં નલીનાબેન કુંજડીયાને 329 મત મળ્યા હતા.સુલતાનપુર બેઠક નાં સદસ્યા મંજુલાબેન ગોંડલીયા ગામ નાં સરપંચ બનતા તેમણે વર્ષ 2023 માં સદસ્યપદે થી રાજીનામુ આપતા આ બેઠક ની પેટાચુંટણી યોજાઇ હતી.ઉલ્લેખનીય કે છેલ્લા પાંચ વર્ષ થી ગોંડલ પંથક કોંગ્રેસ મુક્ત છે.
ગોંડલ તાલુકા પંચાયત ની 22 સીટ,જીલ્લા પંચાયત ની પાંચ અને નગરપાલીકા ની 44 બેઠકો પર કોંગ્રેસ નો સંપુર્ણ સફાયો કરી ભાજપ સતા આરુઢ છે. વધુમાં નાગરિક બેંક તથા સૌરાષ્ટ્ર નું મોટુ ગણાતુ માર્કેટયાર્ડ પણ ભાજપ હસ્તક છે.સુલતાનપુર ની પેટા ચુંટણીમાં ભાજપે જીત મેળવી સ્થિતિ જાળવી રાખીછે.સુલતાનપુર જિલ્લા પંચાયત બેઠક નાં સદસ્ય અને ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા તાલુકા ભાજપ પ્રમુખ અશ્ર્વીનભાઇ ઠુંમરે સુલતાનપુર માં ફરીવાર વિજય અપાવવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.