રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ યાર્ડમાં ગુલાબી ઠંડીમાં કેશર કેરીનું આગમન, રૂા.2625 ભાવ બોલાયો

11:23 AM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટના ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ એપીએમસી ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં શિયાળાના સમયમા કેસર કેરીની જોવા મળી રહી છે અને ભાવમા સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે શિવ ફ્રુટ નામની પેઢીમાં જીરા દુધાળા ગીરની કેસર કેરીના 5 કિલોના 12 આવક થવા પામી હતી. ગોંડલ એપીએમસી ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં 5 કિલોના 1 બોક્સના રૂૂ.2625 ભાવ બોલાયો હતો. ગોંડલ જુના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી જેન્તીભાઈ રાદડિયાએ હરાજીમાં ઉંચા ભાવે ખરીદી કરી હતી. ઉનાળાની સીઝન કરતા પણ સારો સ્વાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા દુધાળા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ શિયાળાના સમયમા કેસર કેરીનુ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. જેના કારણે હાલ ગોંડલ એપીએમસી ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં આવેલ શિવ ફ્રુટ નામની પેઢી ધરાવતા પરેશભાઈ તથા કેવલભાઈની પેઢીમાં જીરા દુધાળા ગામના ખેડૂત શાંતિભાઈ વિરજીભાઈ પાઘડાળ 2 વિધાનો આંબાના બગીચામાં શિયાળાની સિઝન કેસર કેરીના 5 કિલોના 12 બોક્સ ગોંડલ અઙખઈ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લઈને આવ્યા હતા.

કેસર કેરીના ભાવ પણ સારો મળી રહ્યો છે.
ગોંડલ એપીએમસી ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં શિવ ફ્રુટ નામની પેઢી ધરાવતા પરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની સીઝનમાં જે કેસર કેરી આવક થાય છે ત્યારે વાતાવરણમાં બદલાવ અને ગ્લોબલ વોર્નિંગને હિસાબે શિયાળો ચાલુ થતાની સાથે કેસરીનું આગમન થતું હોય છે. ઉનાળાની કેસર કેરીનો સ્વાદ હોય તેનાથી સારો સ્વાદ શિયાળાની કેસર કેરીમાં જોવા મળે છે. જીરા દુધાળા ગામના ખેડૂત શાંતિભાઈએ શિયાળાની સીઝનમાં 1 ઝાડમાં કેસર કેરીનું આવરણ થયું હતું. આજરોજ ગોંડલ એપીએમસી ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં 5 કિલોના 12 બોક્સ લઈને હરાજીમાં આવ્યા હતા.

Tags :
gondal newsGondal Yardgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement