સદ્ગુરુ આર્કેડની 8 સહિત વધુ 30 મિલકત સીલ, 20ને જપ્તીની નોટિસ
મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના લક્ષ્યાંકમાં 17 કરોડની ઘટ હોવાથી અને ઝુંબેશના ફક્ત બે દિવસ બાકી હોય કડક કાર્યવાહી હાથ ધરી મિલ્કતવેરો બાકી હોય તેવા 30 આસામીઓની મિલ્કત સીલ કરી 20 મિલ્કત ધારકોને જપ્તીની નોટીસ ફટકારી હતી તેમજ ત્રણ નળ કનેક્શન કાપી સ્થળ ઉપર રૂા. 16.05 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા 50 ફુટ રોડ પર આવેલ બ્રાહમણી સેલ્સ શક્તિ પાર્કમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકાવરી રૂૂ.1.39 લાખ, કુવાડવા રોડ પર આવેલ ક્રિસ્ટલ સીટી જય શક્તિ પાર્કમાં 1-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂૂ.54,890, કુવાડવા રોડ પર આવેલ જય શક્તિ પાર્કમાં 1-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂૂ.34,280, પેડક રોડ પર આવેલ વલ્લભ સોસાયટીમાં 1-નળ કનેક્શન ક્પાત, કુવાડવા રોડ પર આવેલ મણીનગરમાં1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000, કુવાડવા રોડ પર આવેલ પટેલનગરમાં1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, સંત કબીર રોડ પર આવેલ 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.7.20 લાખ, ઢેબર રોડ પર આવેલ સદગુરુ આર્કેડ સેલર-9 ને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ સદગુરુ આર્કેડ સેલર-10 ને સીલ મારેલ, રઘુવિરપરામાં શેરી નં-13 માં ટોટલ 4 શોપ સહિત ઢેબર રોડ પર આવેલ સદગુરુ આર્કેડમાં 8 મિલ્કતને સીલ કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા જાગનાથ પ્લોટમાં 1-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂૂ.1.34 લાખ, મગલમ મેઇન રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકાવરી રૂૂ.47,426, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ સીટી પ્લાઝા સેક્ધડ ફ્લોર શોપ નં-207 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.34,613, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.96,500, ટાગોર રોડે પર આવેલ જી.પી.ટાવેરસ ઓફિસ નં-201,202 ફળા;203 ને સીલ મારેલ, ઉદયનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ41,868, 40 ફુટ રીંગ રોડ પર આવેલ ગેલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.72,500, વાવડી વિસ્તારમાં રાણી ઇન્ડ એસ્ટેટ્માં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.62,718, વાવડી વિસ્તારમાં રાણી ઇન્ડ એસ્ટેટમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.62,124, નાનામોવા રોડ પર આવેલ કલ્પવૃક્ષ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-4 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.1.33 લાખની વસુલાત કરી હતી.