For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક

12:10 PM May 31, 2025 IST | Bhumika
જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ આર ઓડેદરાની નિમણૂક

Advertisement

ગુજરાત મિરર, જૂનાગઢ તા.31ગૃહ વિભાગે જૂનાગઢના નવા જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર. ઓડેદરાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 2014ની બેચના આઈપીએસ અધિકારી ઓડેદરાએ બી.એ. સોશિયોલોજીમાં અભ્યાસ કર્યો છે.

જૂનાગઢના અગાઉના એસપી હર્ષદ મહેતાએ પાંચ મહિના પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ જિલ્લાની કાયદો વ્યવસ્થાની જવાબદારી પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાને ઇન્ચાર્જ તરીકે સોંપવામાં આવી હતી. એસપી ઓડેદરા અગાઉ મોરબી સહિત સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ ફરજ બજાવી ચૂક્યા છે. આગામી જૂન મહિનામાં વિસાવદરની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ મહત્વપૂર્ણ સમયે જૂનાગઢને પાંચ મહિના બાદ રેગ્યુલર એસપી મળ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement