For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કાર્યક્રમોમાં એસ. ટી. બસો મગાવી મુસાફરોને હેરાન કરાતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

05:47 PM Feb 23, 2024 IST | Bhumika
સરકારી કાર્યક્રમોમાં એસ  ટી  બસો મગાવી મુસાફરોને હેરાન કરાતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સમયાંતરે સરકારના કાર્યક્રમોમાં એસ.ટી. બસો મંગાવી, હજારો રૂટ કેન્સલ કરાવી મુસાફર આલમે હેરાન પરેશાન કરી કરોડો રૂપીયાનો ધુમાડો કરાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
આ વાતનો વિરોધ વ્યકત કરવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની તળે અન્ય કોંગી આગેવાનો જસવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઇ અનડકટ, ગાયત્રીબા વાઘેલા, દિનેશભાઇ મકવાણા, મેઘજીભાઇ રાઠોડ, સંજયભાઇઅજુડીયા, દિલીપભાઇ આસવાણી, ગૌરવભાઇ પુજારા, વશરામભાઇ સાગઠીયા તેમજ દિપ્તીબેન સોલંકી જિલ્લા કલેકટર કચેરીએ દોડી ગયા હતા.

Advertisement

એક તરફ સલામત સવારી માટે લોકો બસની રાહ જોતા હોય છે ત્યારે સરકારી ઉત્સવો માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસો ઉપયોગમાં લઈને 345 કરોડ રૂૂપિયા છેલ્લા 4 વર્ષમાં ધુમાડો કર્યો. 4 વર્ષમાં સરકારી વિભાગમાં એસ.ટી. ની. જે બસો વાપરવામાં આવી છે તેના કરોડો રૂૂપિયા રાજય સરકારને એસ.ટી. નિગમને ચુકવવાના બાકી છે. વધુમાં એસ.ટી. સરદારના કાવગોમા નિગમની સરકારના કાર્યક્રમોમાં જે બસો ગઈ છે તેવી અંદાજે 40 હજાર થી વધુ બસો ભાડે લેવામાં આવી છે. વડાપ્રધાન તા.25/02/24 ના એઈમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ તેમજ અન્ય પ્રોજેકટોના લોકાર્પણ કરવાના હોય અને રેસકોર્ષ ખાતે જાહેર સભા સંબોધવાના હોવાના પગલે એસ.ટી. નિગમની રાજકોટ ડીવીઝનમાંથી 500 માંથી 200 બસો જેમાં જુનાગઢ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર માંથી કુલ 1400 બસો જનમેદની એકત્ર કરવા ઉપયોગમાં લેવાના છે. જે પગલે વિદ્યાર્થીઓ, અપ-ડાઉન કરતા યાત્રિકો અને મુસાફરોની હાલત કફોડી થશે. ખાસ કરીને ગ્રામ્ય લેવલના રૂૂટો કેન્સલ કરાતા ગ્રામ્ય લેવલના રૂટો કેન્સલ કરાતા ગ્રામ્ય પ્રજાની હાલાકી વધશે. યાત્રીકોને થતી પરેશાનીનો વિરોધ વ્યકત કરવા રમકડાની બસો અર્પણ કરાઇ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement