GETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂક
સૌરાષ્ટ્રના અધિકારી એસ. જી. કાંજીયા ના શિરે તારીખ 30.06.2025 થી જેટકો ની ટોપ પોસ્ટ મુખ્ય ઇજનેર" નો સરતાજ અપાયો છે.
આ અધિકારી હાલ વિશેષ મુખ્ય ઇજનેર તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ના વડા તરીકે નિયુક્ત હતા અને સૌરાષ્ટ્ર કચ્છ માં જેટકો ને લગતી ખુબ જ મહત્વ ની અને જરૂૂરી કામગીરી ખૂબ ઝડપ થી પૂર્ણ કરેલ છે.. તેઓ દ્વારા અધિક્ષક ઇજનેર ગોંડલ ના કાર્યકાળ દરમિયાન 19 નંગ 66 કે વી, 1 નંગ 220 કે વી, 1 નંગ 400 કે વી આમ કુલ 21 સબ સ્ટેશનો ચાર્જ કરેલ છે. તેમજ વિશેષ મુખ્ય ઇજનેર રાજકોટ ના કાર્યકાળ દરમિયાન 96 નંગ 66 કે વી, 1 નંગ 132 કે વી, 7 નંગ 220 કે વી આમ કુલ 104 સબ સ્ટેશનો ચાર્જ કરેલ છે.
આ અધિકારી દ્વારા તેના કાર્યકાળ દરમિયાન કુલ 125 જેટલા નવા સબ સ્ટેશનો ચાર્જ કરી સૌરાષ્ટ્ર અને કચ્છ માં પાવર સપ્લાય ની ખૂબ મોટી સગવડ ઊભી કરવામાં આ અધિકારી નો મોટો ફાળો રહેલો છે તેઓ ની કામગીરી વાવઝોડા દરમિયાન પણ અભૂતપૂર્વ અંદ ઉમદા રહેલ છે.
જેટકો દ્વારા આવા ઈમાનદાર અધિકારીને અગાઉ થી જેટકો ની વડી કચેરી માં ટ્રાન્સફર કરી ને મુખ્ય ઇજનેર તરીકે કે ની ખૂબ જ અગત્ય ની જવાબદારી સોપવામાં આવી છે.