રશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપીને આર્મી જોઇન્ટ કરાવી
મોરબીનો યુવાન રશિયન આર્મી વતી લડતા યુક્રેન સામે સરન્ડર કરવા મામલો ખુબ ગાજ્યો છે અને દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે જેમાં યુવાનની માતાએ કુરિયર માલિકે ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યાનો આરોપ લગાવ્યો છે અને રશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપી આર્મી જોઈન કરાવ્યાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયન આર્મી માટે લડતા યુક્રેન સામે સરન્ડર કર્યું હતું યુક્રેની આર્મીએ યુવાનનો વિડીયો બનાવી વાયરલ કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો જે અંગે અગાઉ પરિવાર સામે આવી કંઈપણ બોલવા તૈયાર ના હતું અને આખરે હવે ત્રણ દિવસ વીત્યા બાદ યુવાનની માતા મીડિયા સમક્ષ આવી છે સાહિલની માતા હસીનાબેન સમસુદીન માજોઠીએ પત્રકારોને જણાવ્યું હતું કે સાહિલ 2024 જાન્યુઆરીમાં રશિયા ગયો હતો ત્યાં અભ્યાસ કરવા સાથે કુરિયરમાં નોકરી કરતો હતો ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યો છે જ્યાં કામ કરતો તેને ઓનરે પાર્સલ આપ્યું જેમાં ડ્રગ્સ હતું અને રશિયન પોલીસે પકડ્યો અને સાહિલે પૂછતાં ફોન આવ્યો હતો સાહિલ નામના છોકરાના બેગમાં ડ્રગ્સ છે અને ચેક કર્યું તો ડ્રગ્સ નીકળ્યું હતુંડ્રગ્સના ખોટા કેસમાં જેલમાં હતો.
અને રશિયન આર્મી જોઈન કરવા પ્રલોભન આપ્યા હતા આર્મીમાં 1 વર્ષ કામ કરી સજા માફી મળશે અને લલચાવી યુક્રેન સામે લડવા લઇ ગયા હતા સાહિલ આર્મી વિશે કશું જાણતો નથી જેથી સરકારને વિનંતી કરી છે કે ભારતની સરકાર રશિયાની સરકાર સાથે વાત કરી આવું બંધ કરાવે ગુજરાતના મુખ્યમંત્રીએ સોમવારે મુલાકાત માટે સમય આપ્યો છે સોમવારે તેમને મળીને રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું.