ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે

01:50 PM Jun 16, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યારે આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. ત્યાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન બાદ આજે પાંચમાં દિવસે સ્વ. રૂપાણીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલ રૂપાણી પરિવારની રોકકળથી ગુંજી ઉઠી છે. સિવિલમાં અન્ય મૃતકોના મૃતદેહને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે.

બપોરે 2 થી 2.30 રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચશે. બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.

સાંજે4:00 થી 5:00 વાગ્યે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે. સાંજે5:00 થી 6:00 વાગ્યે નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે. સાંજે 6:00 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

Tags :
AhmedabadAir IndiaAir India planeAir India Plane Crashgujarat newsGujarat Vijay Rupani Funeralplane crashrajkotrajkot newsvijay rupani
Advertisement
Next Article
Advertisement