રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂપાલાએ માફી માગી અને ભાજપના ક્ષત્રિયોએ માફી આપી

11:40 AM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદનો ઉકેલ લાવવા ગઈકાલે સાંજે ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની યોજાયેલ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી લેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ આ વિવાદ પૂરો થયાની જાહેરાત કરી હતી જો કે, ક્ષત્રિય સમાજમાં ક્યાંકને ક્યાંક આ સમાધાન માત્ર ભાજપના ક્ષત્રિય નેતાઓએ એક તરફી કર્યાનો સૂર પણ ઉઠી રહ્યો છે. ભાજપે ડેમેજ ક્ધટ્રોલ કરી લીધાનું માનવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થશે તેવું મનાય છે.

Advertisement

રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો.ક્ષત્રિય સમાજ નો રોષ તિવ્ર બનતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ ની કાર્યવાહી હાથ ધરી ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ને જવાબદારી સોંપાતા જયરાજસિહ નાં ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજ ની બેઠક નું આયોજન કરાયુ હતુ જેમા ઉપસ્થિત રહી પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ નાં સમુહ સામે માફી માંગી પોતે બોલેલા શબ્દો અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.બેઠક નાં આયોજક જયરાજસિહ સહિત અન્ય ક્ષત્રીય આગેવાનો એ આ વિવાદ અહી પુરો થાય છે તેવી ઘોષણા કરી હતી.

અલબત કરણીસેના સહિત ક્ષત્રીય સંગઠનો નાં આગેવાનો બેઠક માં હાજર રહ્યા ના હોય વિવાદ અંગે નું સમાધાન માન્ય રહેશે કે કેમ તેવા સવાલો પણ ઉઠ્યા છે.બીજી બાજુ આ બેઠક અને જયરાજસિહ વિષે સોશ્યલ મીડીયા માં કેટલાક ક્ષત્રીય સંગઠનો અને વ્યક્તિઓ એ વિરોધ વ્યક્ત કર્યો હોય જયરાજસિહ જાડેજાએ તેમના સ્વભાવ મુજબ સોશ્યલ મીડીયા માં નહી પણ સામે આવો તેવો પડકાર પણ ફેકયો હતો.

ગોંડલ નાં સેમળા પાસે આવેલા ફાર્મહાઉસ ખાતે મળેલી બેઠક માં પરષોતમ રુપાલા એ લાગણી શીલ બની કહ્યુ કે મારી જીભ થી આવી વાત થઈ તેનો મને રંજ છે.મને પુરો અફસોસ છે.
મારી વાત થી મારી પાર્ટી ને પણ દુખ થયુ છે.હું બે હાથ જોડીને ક્ષત્રીય સમાજ ની માફી માંગુ છુ.મારાં સમર્થન માં અનેક આગેવાનોએ નિવેદન આપવા પહેલ કરેલી પણ ભુલ મારી હતી.મે ના કહી મારી ભુલ નો હું એકલો જવાબદાર છુ.તેવું કહ્યુ હતુ.તેમણે કહ્યુ કે મારા સમર્થન માં અહી ઉપસ્થિત ક્ષત્રીય સમાજ અને જયરાજસિહ નો હું અંત કરણ થી આભાર માનુ છું

જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે પરષોતમભાઇ એ ભુલ થયાની થોડી ક્ષણોમા માફી માંગીછે.ક્ષમા આપવી એ ક્ષત્રીય ધર્મ છે.આજની બેઠકનો નિર્ણય મારા એકલાનો નથી.આ સમગ્ર ક્ષત્રીય સમાજ નો છે.પરષોતમ રુપાલાની ભુલ ને હવે ભુલવાની છે.આ વિવાદ હવે અહી પુર્ણ થાય છે તેવુ જયરાજસિહે જણાવ્યુ હતુ.

બેઠક માં ઉપસ્થિત સાંસદ કેસરીદેવસિહ ઝાલા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભાજપ નાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, રાલો સંઘ નાં નરેન્દ્રસિંહ જાડેજા,પ્રતિપાલસિંહ ઝાલા સોળવદર સહિત નાં વકતાઓ એ પરષોતમ રુપાલા નાં મુદ્દા ને સમાપ્ત કરી ક્ષમા ક્ષત્રીય નું આભુષણ છે તેવુ કહી હકારાત્મક વલણ દાખવવા અપીલ કરી હતી.ગોંડલ ખાતે યોજાયેલી બેઠક માં સૌરાષ્ટ્ર ભર નાં ક્ષત્રીયો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ ખાતે મળેલ બેઠકમાં જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભાના સાંસદ), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન), રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહીત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

Tags :
BJPgondalgondal newsgujaratgujarat newsKshatriya samajParasotam Rupala
Advertisement
Next Article
Advertisement