રૂડાનું રૂા. 297.41 કરોડનું બજેટ મંજૂર
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. જેમાં નાણાકીય વર્ષ 2025-26ના બજેટ અંગે ચર્ચા હાથ ધર્યા બાદ રૂા. 297.41 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. નવા બજેટમાં વિવિધ આંતર માળખાકીય પ્રોજેક્ટ માટે રૂા. 251.33 કરોડ ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તેવીજ રીતે રીંગ રોડ-2 તેમજ અલગ અલગ ડી.પી. રોડ પાણી પુરવઠા, ભુગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ તથા ઘનકચરા વ્યવસ્થાપનના કામોને અગ્રતા આપી બજેટમાં ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.12-03-2025ના રોજ 176મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે રૂૂ.297.41 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. આ વર્ષના બજેટમાં રૂૂડા વિસ્તારમાં લોકોપયોગી સુવિધાઓમાં વધારો થાય તેમજ સત્તામંડળ વિસ્તારમાં ઝડપી વિકાસ થાય તે હેતુથી રાજકોટ શહેરને ફરતે તૈયાર થયેલ રીંગ રોડ-2ને 2 માર્ગીયમાંથી 4 માર્ગીય બનાવવા, રોણકી ગામે ટી.પી.સ્કીમ નં.38/2 અને કાંગશિયાળી ગામમાં પાણી પૂરવઠાના તેમજ ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં વિવિધ આંતરમાળખાકિય પ્રોજેકટ માટે કૂલ રૂૂ.251.33 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવેલ, જેમાં રીંગ રોડ-2 ફેઝ-2 તેમજ ટી.પી./ડી.પી. રોડના કામો માટે રૂૂ.155.44 કરોડ, પાણી પુરવઠાતેમજ ભૂગર્ભ ગટરના કામો માટે રૂૂ.77 કરોડ, સ્ટ્રીટલાઈટ તેમજ ઘન કચરા વ્યવસ્થાપનના કામો માટે રૂૂ.13.90 કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે.
ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા છખઈના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.