રૂડાનું રૂા.227.56 કરોડનું બજેટ મંજૂર
- બજેટમાં રૂા. 206.17 કરોડ મૂડી ખર્ચ, 8.83 કરોડ રેવન્યુ અને 12.55 કરોડના ડિપોઝિટ ખર્ચની જોગવાઈ કરાઈ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડ બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ 2024-25નું રૂા. 227.56 કરોડના બજેટને મંજુરી આપવામાં આવી હતી. નવા બજેટમાં અનેક પ્રકારના બ્રીજ, સ્ટ્રીટલાઈટ, ભુગર્ભગટર, પાણી પુરવઠા, ડામર રસ્તા, ડી.પી. રોડ, સેન્ટ્રલ ડિવાઈડર સહિતના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.26-02-2024ના રોજ 171મી બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ 2024-25માં રૂૂ.256.90 કરોડની આવક સામે, રૂૂા.227.56 કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂૂ.206.17 કરોડના મૂડીગત ખર્ચ, 8.83 કરોડના રેવન્યુ ખર્ચ તથા 12.55 કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે. નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા રસ્તા અને બ્રિજના કામો માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂૂ.57.34 કરોડના ખર્ચની આગામી વર્ષ 2024-25 માટે જોગવાઈ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સ્ટ્રીટલાઇટના કામો માટે 5.90 કરોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 115.37 કરોડ અને ઙખઅઢમાં રૂૂ.21.48 કરોડના આગામી વર્ષમાં ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો માટે આગામી વર્ષમાં રૂૂ.25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. મનહરપર રોણકી ગામ વિસ્તારમાં મુકવામાં આવેલ ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર 38/2માં પાણી પુરવઠાની યોજના માટે રૂૂ.15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. મંજૂર થયેલ ડ્રાફ્ટ ટી.પી. વિસ્તારોમાં મનહરપુર-રોણકી, સોખડા-માલીયાસણ અને વાજડી-વડના ટી.પી. રસ્તાઓ માટે ડામર રસ્તાઓના રૂૂ.25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. રીંગ રોડ -2માં પાળ રોડ થી ગોંડલ રોડ અને ગોંડલ રોડ થી કુવાડવા રોડ તરફના રોડને 4-માર્ગીય રોડ બનાવવા માટે રૂૂ.40 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. કોર્પોરેશન વિસ્તારથી રીંગ રોડ-2ને જોડતા રેડીયલ રોડ બનાવવા માટે રૂૂ.8 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.
રૂૂડા વિસ્તારના નાકરાવાડી, દેવગામ અને રતનપર ગામો માટે ભૂગર્ભ ગટર યોજનાના આયોજન માટે રૂૂ.3 કરોડની તથા અન્ય જરૂૂરીયાત મુજબના ગામો માટે 1 કરોડના ખર્ચના કામોની જોગવાઈ કરવામાં આવેલ છે. રૂૂડા વિસ્તારના ખોખળદળ, પરા-પીપળીયા, નાકરાવાડી અને મનહરપુર-રોણકી અને હરીપર પાળ તથા અન્ય જરૂૂરીયાત અન્વયેના ગામો માટે સ્ટ્રીટલાઇટના કામો માટે રૂૂ.1 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. મેટોડા થી ખીરસરા રોડ પર સ્ટ્રીટલાઇટના કામો માટે રૂૂ.1 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. 90.00 મી એઈમ્સ રોડને જોડતા 30.00 મી. ડી.પી. રોડ પર સેન્ટ્રલ ડીવાઈડરમાં સ્ટ્રીટલાઈટની નાખવા માટે રૂૂ.1.50 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. આમ સત્તામંડળ દ્વ્રારા વર્ષ 2024-25 માટે રકમ રૂૂ.178.61 કરોડના વિકાસ કામો બજેટમાં સમાવિષ્ટ કરેલ છે. આ બોર્ડ બેઠકમાં રૂૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, કલેકટર પ્રભવ જોશી, રિજિયોનલ કમિશ્નર(નગરપાલિકાઓ) સ્વપ્નિલ ખરે, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ રીકે કે.આર.સુમરા તથા છખઈના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતાં.