For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂડાની વૃન્દાવન કો.ઓ. સોસાયટીમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ

06:19 PM Feb 08, 2024 IST | Bhumika
રૂડાની વૃન્દાવન કો ઓ  સોસાયટીમાં વ્યાપક ભ્રષ્ટાચારની રાવ

8 મહિનામાં જ છતમાંથી પોપડા ખરવા માંડ્યા

Advertisement

દિવાલોમાં તિરાડો પડી ગઇ, ગાદી ઉખડવા લાગી: હિનાબેન પડિયા

6 મહિનાથી સપ્તાહમાં બે વાર રજુઆત છતાં કોઇ પગલાં નહીં: રાહુલ સોલંકી

Advertisement

સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાખો રૂિ5યાનાં ખર્ચે બનાવાયેલા આવાસોનું રાહત દરે લોકાર્પણ કરે છે પણ આવા આવાસો બનાવવાની જેઓની જવાબદારી છે તેવા સંબંધિત તંત્ર અને કોન્ટ્રાકટર દ્વારા આવાસો બાંધવામાં લોટ, પાણીને લાકડાની નીતિ અખત્યાર કરતાં હોવાની આવાસધારકોને હાલાકી ભોગવવી પડે છે.

આવી જ વાત રૂડાની વૃન્દાવન કો-ઓપરેટિવ સોસાયટીનાં ફલેટધારકો ભોગવી રહ્યાં છે. 9 વિંગમાં 320 બ્લોક બનાવનાર રૂડા તંત્ર અને સંબંધિત કોન્ટ્રાકટરે બાંધકામમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે ફલેટધારકો હિનાબેન પડીયા અને રાહુલ સોલંકીએ જણાવ્યું હતું કે સોસાયટી બન્યાને એક જ વર્ષમાં તંત્રની ગેરરિતી બહાર આવવા લાગી છે.

છેલ્લા 6 મહિનાથી અઠવાડિયામાં બબ્બે વખત રજુઆત, ફરિયાદો કરવા છતાં રૂડા તંત્ર પાસે સમસ્યાનો નિકાલ કરવાનો તો શું રૂબરૂ સ્થળે આવવાનો કે કોઇને મોકલવાનો સમય નથી.પરિણામે હાલનાં દિવસોમાં ફલેટધારકોને મકાનની દિવાલોમાં તિરાડો, ભેજ, છતમાંથી પોપટા ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તંત્રનો એક જ જવાબ... આવી જઇશું
ફલેટધારક હિનાબેને આક્ષેપ કર્યો હતો કે રૂડામાં અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પણ દર વખતે તંત્ર એક જ જવાબ આપે છે... આવી જઇશું અને થઇ જશે!

મુખ્યમંત્રીને રજુઆત છતાં કોઇ પરિણામ નહીં
આવાસધારક રાહુલભાઇ સોલંકીએ કહ્યું હતું કે છતમાંથી પોપડાં ખરવાં બાબતે અગાઉ મુખ્યમંત્રીને રજુઆત કરાઇ હતી પણ કોઇ પરીણામ આવ્યું નથી.

ભયના ઓથાર તળે જીવવું પડે તેવી સ્થિતિ
વૃન્દાવન કો.ઓ. સોસાયટીમાં અત્યાર સુધીમાં રહેવા આવેલા 100 જેટલા ફલેટધારકોનો આક્ષેપ છે કે છતમાંથી પોપડા ખરવાની વાતથી સતત બાળ-બચ્ચાં સહિતના પરિવારજનોએ ભયના ઓથાર તળે જીવવું પડે તેવી સૌની હાલત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement