હપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડા
રૂડા દ્વારા આજે ચાર હાઉસિંગ ટાઉનશીપમાં ચકાસણી હાથ ધરી નોટિસ આપવા છતા હપ્તો ન ભરનાર 13 લાભાર્થીના આવાસ ફાળવણી રદ કરવાની નોટિસ આપી સમય મર્યાદામાં આવાસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (1) EWSના પ્રકારના ટી.પી.17એફ.પી.79, આદિત્ય-79 હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલ વાડી પાસે, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ, (2) EWS પ્રકારના ટી.પી.09 એફ.પી.33/એ,ઓમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ફિલ્ડ માર્શલ વાડી પાસે, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ, (3) EWS-H પ્રકારના ટી.પી.17, એફ.પી.95, વૃંદાવન હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, અવધ કલબ રોડ, રાજકોટ, (4) EWS- પ્રકાર ટી.પી.9, એફ.પી.9/એ, એકલવ્ય હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા યુલા હોટલની પાછળ,કાલાવડ રોડ, રાજકોટ (5) LIGપ્રકારના ટી.પી.10, એફ.પી.3રાએ, આદર્શ હાઉસિંગ કો ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સરિતા વિહાર સોસયટીની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ તથા (જ) MIG પ્રકારના ટી.પી.09, એફ.પી.ર0/એ, શિવશકિત હાઉસિંગ કો ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા વેસ્ટ ફિલની પાસે, ઇસ્કોન મંદિરની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ માં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે.જેમના દ્વારા રૂૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અંત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂૂડામાં રકમ જમા કરાવેલ નથી. સદરહું બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.