રૂડા દ્વારા ખોખળદડની પાંચ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર
શહેરી વિકાસ સત્તામંડળના બોર્ડમાં રીંગરોડ બે તથા પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઇટના કામોને મંજૂરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ 178મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી હતી. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળનીનીચે મુજબની સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી હતી. જેમાં સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.53 (ખોખડદળ), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.54 (ખોખડદળ), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.55 (ખોખડદળ), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.56 (ખોખડદળ-વડાલી), સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.57 (ખોખડદળ) અને સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.39(બેડી)ની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી હતી.
બોર્ડ બેઠકમાં રૂડા વિસ્તારમાં રીંગ રોડ-2 ફેઝ-5 (અમદાવાદ હાઈવે થી મોરબી રોડ) સુધીના આશરે 10 કી.મી. સેકશનના બાંધકામ માટે રૂ. 186.96 કરોડની ગ્રાન્ટ મળેલ છે જેની કામગીરી હાથ ધરવાની મંજૂરી આપવામાં આવેલ. અમદાવાદ નેશનલ હાઇવે (કુવાડવા GIDC) થી કુવાડવાસરધાર રોડ(સ્ટેટ હાઇવે-23) ના આશરે 2.43કી.મી. લંબાઈમાં આશરે રૂૂ.16.87 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ. આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત DTP 77 (વાજડીગઢ)માં ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ રૂૂ.10.09 કરોડનાખર્ચનેબહાલી આપવામાં આવેલ છે.
મહિકામાંડા ડુંગર વિસ્તારમાં સત્તામંડળ દ્વારા સરપંચ તથા ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા રજુઆતને ધ્યાને લઈ 1.60 કી.મી. લંબાઈમાં આશરે રૂૂ.2.42 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ. રીંગરોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ)ના આશરે 10.50 કી.મી. લંબાઈમાં આશરે રૂ.15 કરોડના ખર્ચે રીસર્ફેસીંગની કામગીરી કરવામાં આવશે. રૂૂડા વિસ્તારમાં SJMMSVY હેઠળ રૂ. 31.50 કરોડના ખર્ચે રોણકી DTP 38/2 અને રૂ. 29.03 કરોડના ખર્ચે કાંગશિયાળી ગામમાં-OG વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના હાથ ધરવામાં આવશે. રૂૂડાવિસ્તારમાં આવતા ગામોમાં થતાં વિકાસને ધ્યાને લઈ ગામોમાં સ્ટ્રીટલાઈટની કામગીરી રૂૂ. 3.40 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
આ બોર્ડ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે ડો.ચાંદની પરમાર, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા છખઈના સીટી એન્જી. કે.કે. મહેતા હાજર રહેલ હતા.