RTO દ્વારા કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ-CU સીરિઝનું રી-ઓકશન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન તેમજ HGV , (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.06-11-2025થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરીonline http://parivahan.gov.in/fancy પર online કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.
નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.06-11-2025 થી 08-11-2025 ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા 08-11-2025 થી 10-11-2025ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા 11-11-2025 ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂૂરી છે. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.