RTOના ટેક્નિકલ અધિકારીઓએ સરકાર સામે બાંયો ચડાવી
રાજય સરકારથી નારાજ સરકારના વિવિધ વિભાગો દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ છાશવારે આંદોલન છેડવામા આવી રહયા છે ત્યારે વારંવારની રજુઆત બાદ પણ 19 જેટલા પડતર પ્રશ્ર્નોનુ નિરાકરણ નહી આવતા આરટીઓના ટેકનીકલ ઇન્સ્પેકટરો દ્વારા આંદોલનના મંડાણ કર્યા છે અને આજે કાળી પટ્ટી પહેરી, વોટસએપમા પોતાના ડીપી અને સ્ટેટસમા કાળી પટ્ટીનુ પોસ્ટર લગાવી વિરોધ કર્યો હતો.
ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિયેશનની વારંવારની રજુઆતોનો યોગ્ય ઉકેલ ન આવતા વિરોધ દર્શાવવામા રજુઆતમા જણાવ્યુ છે કે વર્ષ 2018 ના નિમણુંક પામેલા સ. મો. વા. નિ. ઓને એપ્રિલ-2024 મા પાંચ વર્ષ પુર્ણ થઇ ગયેલ હોવા છતા 12 માથી ફકત 4 અધિકારીઓના પ્રોબેશન પુર્ણ કરવાનો આદેશ કરવામા આવેલ છે અને અન્ય 8 અધિકારીઓના પ્રોબેશન પુર્ણ કરેલ નથી.
આ ઉપરાંત વર્ષ 2022 ની બેચમા નિમણુક પામેલ તમામ મોટર વાહન નિરીક્ષઓના પણ સપ્ટેમ્બર - 2024 મા નિમણુંકને ર વર્ષ પુર્ણ થયા હોવા છતા લાંબાગાળાની નિમણુંક આપેલ નથી આથી આ બાબતે તાત્કાલિક તેઓના લાંબાગાળાની નિમણુંકના યોગ્ય હુકમો કરવા વિનંતી છે. છેલ્લા ચાર વર્ષમા અસંખ્ય અધિકારીઓને ખોટી અરજીઓ, નનામી / બેનામી અરજીઓ , સામાન્ય ભુલોને આધારે ખાતાકીય તપાસો આપવા માટે જવાબદાર ફરિયાદ શાખાના અધિકારી સંજય પંડયાને ફરીયાદ શાખામાથી બાકાત કરી ફરીયાદ શાખામા ક્ષેત્રિય કચેરીનો અનુભવ ધરાવતા હકારાત્મક અભિગમ ધરાવતા અને સરકારના ઠરાવોનુ સાચુ અર્થઘટન કરી ન્યાયિક પધ્ધતિ અપનાવી કાર્યવાહી કરી શકે તેવા અધિકારીની નિમણુંક કરવા વિનંતી છે.
સ. મો. વા. નિ. 2013 ની બેચના નીચે જણાવેલા અધિકારીઓને માત્ર નોટિસના આધારે પ્રમોશન અટકાવી રાખેલા છે આ બાબતે માનનીય દાસ સાહેબન સાથેની મિટીંગમા એસોસિયેશનને બાંહેધરી આપેલ હોવા છતા વારંવારની લેખિત તેમજ મૌખીક રજુઆત છતા 9 માસ વિત્યા છતા તેઓના પ્રમોશનના હુકમો કરવામા આવેલા નથી આથી તાત્કાલિક ધોરણે અયોગ્ય પધ્ધતિથી અટકાવી રાખેલા પ્રમોશનના હુકમો કરવા વિનંતી છે.
ઉપરોકત મુદાઓનુ નિરાકરણ નહી આવવા વિરોધાત્મક કાર્યક્રમો રાખવામા આવ્યા છે જેમા આજે ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજો બજાવી વિરોધ નોંધાવશે. તથા વોટસેપમા પોતાના ડીપી અને સ્ટેટસમા કાળી પટ્ટીનુ પોસ્ટર લગાવાશે. તા. 5-2-25 ના રોજ ટવીટરના માધ્યમથી સોશિયલ મીડીયા અભિયાન ચલાવશે તા. 6-2-25 ના રોજ કચેરી સમય પહેલા અને બપોરે રીશેષના સમયે સુત્રોચ્ચાર અને ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કરશે તા 7-2-25 ના રોજ પોતાની નોકરીને લગત જોબ ચાર્ટ મુજબ જ નોકરી કરી વર્ક ટુ રૂલનુ અભિયાન ચલાવશે તા 10-2-25 ના રોજ કચેરી તેમજ ચેકપોઇન્ટ ખાતે પોતાનુ કોઇપણ પ્રકારની કામગીરીનુ લોગીન નહી કરી નો લોગીન ડે અભિયાન ચલાવશે તા 11-2-25 ના એક દિવસની માસ સી. એલ. પર જઇ તમામ કામગીરીનો બહિષ્કાર કરશે અને ધરણા પ્રદર્શન કરશે. તા 15-2-25 રોજથી ગુજરાત મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ પડતર પ્રશ્ર્નોનુ નિરાકરણ ન આવે ત્યા સુધી સ્વયંભુ માસ સી. એલ. ઉપર ઉતરશે.