રૂા. 45.16 લાખનો વાહન ટેક્સ નહીં ભરનાર 18 કંપનીને આરટીઓની નોટિસ
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે 18 કંપનીને ટેક્સ ડિફોલ્ટર નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવેલ છે. આશરે કુલ 45,15,823/- જેટલો કંપનીઓ દ્વારા તેમના વાહનનો ટેક્સ ભરપાઈ કરેલ ન હોવાનું ધ્યાને આવતા વાહન ટેક્સ ડિફોલ્ટર કંપનીના વાહનોને નોટિસ આપવામાં આવેલ.
આરટીઓ દ્વારા 1) વી આર એસ ક્રેન્સ એન્ડ સર્વિસીસ, 2) લોજીસ્ટિક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, 3) રેન્ટ્સ ક્રેન સર્વિસીસ, 4) ઉપલ ક્રેન સર્વિસીસ, 5) જગદંબા સર્વિસીસ, 6) બોબીલી વેન્કટેસ્વરા રાવ, 7) શ્રી આનંતનાગ ક્રેન્સ એન્ડ ટ્રાન્સપોર્ટ, 8) આર પી ક્રેન એન્ડ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, 9) એસ બી હેવી િએ્ક્વપમેન્ટ્સ, 10) ગુરુનાનક ક્રેન્સ, 11) જી એમ કે ક્રેન્સ, 13) સીરોસ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, 14) સુંદર ક્રેન્સ પ્રાઇવેટ લિમિટેડ, 15) ફ્રેન્ડ્સ િઇ્ક્વપમેન્ટ, 16) કનક દુર્ગા એન્જિનિરીંગ, 17) જે એસ બી ક્રેન સર્વિસ, 18) ઘનશ્યામ ટ્રાવેલ્સ, 19) જય મા આશાપુરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને નોટીસ આપી છે.
આમ ઉપરોકત મુજબની કંપની દ્વારા સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના કર બાબતે ભરાપાઈ કરવાનાં હેતુ થી નોટિસ આપવામાં આવેલ છે. અને નિયમોઅનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવે છે. તેમજ બાકી રહેલ કર ભરપાઈ કરવામાં નહી આવે તો જમીન જાયદાદ ઉપર બોઝો નાખવાની કાર્ય વાહી હાથ ધરવામા આવશે.