વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસ
રાજકોટ આરટીઓ દ્વારા વાહનોનો ટેક્ષ નહી ભરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે લાંલ આંખ કરી છે.
શહેરની જાણીતી સંસ્થાઓએ એક વર્ષથી કર નહી ભરતા નોટીસ ફટકારી અને તાકીદે વાહોનોને કર ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને તેઓની સંસ્થાની છેલ્લા એક વર્ષ થી બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવેલ છે. આશરે કુલ 2,40,000/- જેટલો સંસ્થાએ ટેક્સ ભરપાઈ કરેલન હોવાનું ધ્યાને આવતા 17સંસ્થાના વાહનોને નોટિસ આપવામાં આવેલ છે.
આરટીઓ દ્વારા આજે 1) બાલમુકુન્દ એજ્યુકેશન ટ્રસ્ટ, 2) જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટી,3) એચ એમ દેવાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ, 4) કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ, 5)માતુશ્રી રમુબેન કેશવભાઈ ભુવા, 6) માતુશ્રી જમકુબેન મણિલાલ શેઠ, 7) રાજહંસ એજ્યુકેશન ટ્રસ્ટ, 8) પરિમલ એજ્યુકેશન ટ્રસ્ટ, 9) પૂર્વીશા એજ્યુકેશન ટ્રસ્ટ, 10) સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, 11)સરદાર પટેલ સ્ટડી, 12) શ્રી આસ્થા ગ્રુપ ઓફ એજ્યુકેશન, 13) શ્રી જ્ઞાનજો્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, 14) શ્રી કૃતાર્થ કેવલાની ટ્રસ્ટ, 15) શ્રી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ, 16) શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ, 17)વિઝન પ્રાયમરી સ્કૂલ એન્ડ ટ્રસ્ટ, 18) વ્રજભૂમિ વિદ્યા આશ્રમ ફોઉન્ડેશન અને 19) એસ એન એસ ડી સ્કૂલનો સમાવેશ થાય છે. ઉપરોકત મુજબની સંસ્થાના સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે ભરાપાઈ કરવાનાં હેતુ થી નોટિસ આપવામાં આવેલ છે.અને નિયમોઅનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવે છે.