ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાહનોનો ટેક્સ નહીં ભરનાર 11 વ્યવસાયિક પેઢીને આરટીઓની નોટિસ

04:53 PM Mar 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

વાહનોના ટેકસ નહી ભરનાર શૈક્ષકિણ અને વ્યવસાયિક કંપનીઓ સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં જ 16થી વધારે શૈક્ષણિક સંસ્થાઓને નોટીસ આપ્યા બાદ અને 11 જેટલી વ્યવસાયિક સંસ્થાઓને ટેકસ ભરવાની નોટીસ ફટકારવામાં આવી છે.

રાજકોટ આર ટી ઓ કચેરી દ્વાર કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે હાલ 20 કંપનીને નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવેલ છે. આશરે કુલ 5,82,883/- જેટલો કંપનીઓ દ્વારા તેમના વાહનનો ટેક્સ ભરપાઈ કરેલ ન હોવાનું ધ્યાને આવતા 1) એ જી લોજીસ્ટિક, 2) એ એસ ઇન્ફ્રાષ્ટ્રકચર,3) એ વી એન ક્ધસ્ટ્રકશન,4) આરવ એન્ટરપ્રાઇઝ,5) આશીર્વાદ ક્ધસ્ટ્રકશન,6) આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ,7) મારુતિ એન્ટરપ્રાઇઝ,8) એ એફ ટી ગ્લોબલ એલ એલ પી,9) અગ્રવાલ ગટર એન્ડ વેરહાઉસ,10) એગ્રીકલચર પ્રોડક્ટ માર્કેટ કમિટી અને 11) અભેલભાઈ જીલુભાઈ કપરાડાને નોટીસ ફટકારી છે.

આમ ઉપરોકત કંપની દ્વારા સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે ભરાપાઈ કરવાનાં હેતુ થી નોટિસ આપવામાં આવેલ છે.અને નિયમોઅનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવે છે. તેમજ બાકી રહેલ અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી પણ હાલ કાર્યરત કરવામાં આવેલ છે.

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstax
Advertisement
Advertisement